ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન અને જેનેટિક ટેસ્ટિંગ ટેકનિકમાં આવેલી આધૂનિકતાને કારણે વિકાસના ગર્ભ જેટલા શરૂઆતના તબક્કે પણ ગર્ભ અવસ્થામાં પણ આનુવાંશિક પરીક્ષણ શક્ય બન્યું છે. આ પરિક્ષણ આનુવાંશિક સ્વરૂપે સામાન્ય ગર્ભની ઓળખ કરવામાં મદદ કરે છે.
પ્રિઇમ્પ્લાન્ટેશન આનુવાંશિક પરિક્ષણ – (પીજીટી-એ) માં ગર્ભસ્થાપન પહેલા પરીક્ષણ કરવામાં આવે છે જેથી બાળક રહે તે પહેલા નિદાન થઈ શકે છે.
અનુવાંશિક પરિક્ષણ વિવિધ કારણોસર કરવામાં આવે છે.
પ્રિઇમ્પ્લાન્ટેશન જેનેટિક પરિક્ષણ એયૂપ્લોઇડી માટે કરવામાં આવે છે. તેને પીજીટીએ પ્રિઇમ્પ્લાન્ટેશન જેનેટિક સ્ક્રિનિંગ પણ કહેવામાં આવે છે. ગર્ભની આનુવાંશિક અસામન્યતાઓ જેવી કે જનીન સંખ્યામાં પરિવર્તન (એયૂપ્લોઇડી) આઇવીએફમાં નિષ્ફળતા અને ગર્ભપાત એક મુખ્ય કારણ બની શકે છે. પીજીટી-એ સામાન્ય અને અસામાન્ય ગર્ભની ઓળખ કરે છે. એયૂપ્લોઇડી ના હોય તેવા ગર્ભ મુકવાથી ગર્ભસ્થાપનની શક્યતા સુધારી શકાય છે તથા ગર્ભપાતની શક્યતા ઘટાડી શકાય છે.
મહિલાઓની વધતી ઉંમરને કારણે ગર્ભમાં ડાઉન સિન્ડ્રોમ થવાની સંભાવના વધી શકે છે. ડાઉન સિન્ડ્રોમ એક બિન ઘાતક આનુવાંશિક અસામાન્યતા છે જે માનસિક અને શારિરીક અક્ષમતાનું કારણ બની શકે છે. પીજીટી-એ ડાઉન સિન્ડ્રોમને રોકી શકે છે.
પીજીટી-એ મહિલાની વધતી ઉંમર, વારંવાર આઇવીએફમાં મળતી નિષ્ફળતા, ગંભીરરૂપથી શુક્રાણુઓની ઓછી સંખ્યા, ઓછી ગતિશીલતા અને વારંવાર થતો ગર્ભપાત જેવી સમસ્યાઓમાં મદદરૂપ થાય છે
સંતાન પ્રાપ્તિની સફળતા માટેની પ્રતીક્ષા નો સમય ઓછો કરવા માટે આઇવીએફમાં સૌથી ઝડપી સફળતા માટે પીજીટી-એ સૌથી ઉત્તમ સારવાર વિકલ્પ છે.
રંગસૂત્રમાં ચોક્કસ જગ્યાએ તકલીફ હોવાથી થતા રોગો અટકાવવા માટે પ્રિઇમ્પ્લાન્ટેશન આનુવાંશિક પરીક્ષણ. તેને પીજીટીએમ-પીજીડી – પ્રિઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ પણ કહેવામાં આવે છે.
જ્યારે માતા-પિતામાં આનુવાંશિક રોગ અથવા તેના વાહકની સ્થિતિ હોય ત્યારે, પીજીટી-એમ ગર્ભ/સંતાન માં આનુવંશિક રોગ આવતા અટકાવવામાં મદદ કરે છે. પીજીટી-એમ આનુવંશિક રોગનું ચોક્કસ કારણ પહેલેથી ખબર હોય ત્યારે જ મદદરૂપ થઈ શકે છે.
પીજીટી-એમ ગર્ભાવસ્થામાં બીટા-થેલેસિમીયા, સિકલ સેલ રોગ અને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-1, હિમોફિલિયા. ડચેન મસ્કુલર ડિસ્ટ્રોફી વગેરે વિકારોના નિદાનમાં મદદ કરે છે. કોઈપણ રોગ માટે જવાબદાર રંગસૂત્રનો પ્રોબ્લેમ નુ ચોક્કસ નિદાન થયું હોય એવા કોઈ પણ રોગને બાળકમાં આવતા અટકાવી શકાય છે . આ સૂચિ ઘણી લાંબી છે.
રંગસૂત્રના બંધારણમાં સંરચનાત્મક પુનઃવ્યવસ્થા માટે પ્રિઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ. આ ત્યારે કરવામાં આવે છે જ્યારે પત્ની અથવા પતિમાં રંગસૂત્રના બંધારણમાં સંરચનાત્મક પુનઃવ્યવસ્થા હોય . જેનાથી ગર્ભમાં આનુવાંશિક અસામાન્યતાઓની વધારે કિસ્સાઓ બને છે. પીજીટી-એસઆર આ અસામાન્યતાઓની ઓળખ કરવામાં મદદ કરે છે. આ પ્રકારે આઇવીએફની સફળતામાં સુધારો અને ગર્ભપાતની સંભાવના ઓછી થઇ જાય છે.
થેલેસીમિયા જેવી કેટલીક આનુવાંશિક સ્થિતિઓમાં ફક્ત બોનમેરોના પ્રત્યારોપણ અથવા આ પ્રકારની અન્ય સારવાર દ્વારા કાયમી ધોરણે સારું કરી શકાય છે. તેના માટે એચ.એલ.એ. મેળ થતા હોય તેવા દાતાની જરૂર ઊભી થાય છે. મેળાપવાળા દાતા મળવો ઘણો જ મુશ્કેલ છે. જે દંપતીઓને પહેલેથી જ એક સંતાનમાં આવી તકલીફ છે, તે આ ટેકનોલોજીથી રોગમુક્ત બાળકને ગર્ભમાં ધારણ કરી શકે છે – તે પણ એચ.એલ.એ. મેળ થતા હોય તેવા. જન્મ પછી આ બાળક જેને રોગ છે તે ભાઇ-બહેન માટે બોનમેરો દાન કરી શકે છે કે જેથી તેનો રોગ કાયમી રૂપથી મટી જાય.
આઇવીએફ પ્રક્રિયા સામાન્ય રૂપથી જ કરવામાં આવે છે (આઇવીએફ પ્રક્રિયા આઇવીએફ – પેજ-લિન્ક મુકવી- પર વધુ વિગતે જાણી શકો છો) જ્યારે ગર્ભ તૈયાર થઇ જાય છે, તો તેની બાયોપ્સિ કરી કોશિકાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. પરીક્ષણ માટેના નમુના ગર્ભ વિકાસના ત્રીજા અથવા પાંચમા દિવસે લેવામાં આવે છે . આનુવાંશિક પરીક્ષણ માટે કોશિકાઓને એકત્રિત કરવા માટે. ગર્ભની બહારની દિવાલમાં એક નાનો છીદ્ર કરવા લેઝરનો ઉપયોગ કરાય છે, એક સેક્શન પિપેટ ધીમે રહીને ગર્ભમાંથી એક અથવા વધારે કોશિકાઓને ખેંચે છે, કોશિકાઓનો આનુવાંશિક પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. વિકાસના આ સમયે ગર્ભના દરેક કોષ સંપૂર્ણ મનુષ્ય બનવા માટે સક્ષમ હોય છે, એટલા માટે કોશિકાઓને હટાવવાથી ગર્ભને કોઇ નુકસાન નથી થતું.
બીએફઆઇ સમગ્ર ભારતમાં પીજીટી ટેકનોલોજીમાં અગ્રેસર છે.
બીએફઆઇ એક દિવસની અંદર પીજીટી-એ પરિણામ આપે છે. એનજીએસ, આરે સીજીએચ જેવી તમામ ઉપલબ્ધ આનુવાંશિક પરિક્ષણ ટેકનિક્સ માટે સૌથી અત્યાધૂનિક જીનેટીક લેબોરેટરી સાથે અમે કામ કરીએ છીએ. અમે વર્ષોના અનુભવથી અમારી પીજીટી ટેકનીક માં નીપુુતા મેળવી છે. સાવધાનીપૂર્વક ની બાયોપ્સી, અને લોજીસ્ટિક્સ ની (જનીન દ્રવ્ય ને લેબોરેટરી સુધી પહોંચાડવા) સિસ્ટમ માસ્ટર કરી છે. પીજીટી-એ સાથેની આઇવીએફ સારવારમાં પણ તે જ મહિને ફ્રેશ ગર્ભસ્થાપન કરવાનું શક્ય બને છે. ઝડપથી નિદાન થવાથી જે ગર્ભમાં આનુવંશિક તકલીફ હોય તેનો ફ્રીઝિંગ નો ખર્ચો પણ બચી જાય છે
બીએફઆઇ કેટલાય આનુવાંશિક રોગોને અટકાવવા ઇલાજ કર્યો છે. એમાંથી ઘણા ખૂબ જ જવલ્લે જ જોવા મળતા રોગો જેવા કે આખા શરીર પર કોઈ પણ કેશ (વાળ) ના હોવા
બીએફઆઇ થેલેસીમિયા માટે પીજીડી + એચએલએ મેળાપની ટેકનિકનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો અને એક દંપતીને થેલેસેમિયા મેજર રોગ ધરાવતા બાળક ના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટે થેલેસેમિયા મુક્ત એચ.એલ.એ. મેળાપ સાથેના ભાઈની મદદ મળી.આવા કુલ ત્રણ દર્દીઓની અમે મદદ કરી છે. દુનિયાભરમાં આ પ્રકારની સારવાર ની સફળતાના ઘણા ઓછા કિસ્સા નોંધાયા છે.
WhatsApp us