અનેક વિદેશી દંપતીઓને સારવાર આપી હોવાના કારણે અમે તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓ બરાબર સમજી શક્યા છીએ જેના કારણે અમે તેમને ઉત્તમ સારવારનો અનુભવ પૂરો પાડી શકીએ છીએ.
અમારે ત્યાં સ્થાનિક અને વિદેશી દંપતીઓના સારવાર ખર્ચમાં કોઈ અંતર નથી, જેના કારણે અમે અન્ય IVF સેન્ટર્સથી અમે અલગ તરી આવ્યાનો લાભ મળે છે.
અમારૂ લક્ષ્ય સારવારને ઓછા સમયમાં સૌથી વધારે સફળતા સાથે સંપન્ન કરીએ તે છે, કારણ તમે વિદેશથી અહીં સારવાર કરાવવા આવો છો તે સ્પષ્ટ સમજણ અમે ધરાવીએ છીએ.
100થી વધારે મેડિકલ સપોર્ટિંગ સ્ટાફના ઉત્સાહી-કાર્યક્ષમ લોકો તમારી તમામ જરૂરિયાતોને પૂરી કરવા સદા તૈયાર રહેશે.
(અમે તમારા જ દેશમાં ઓછામાં ઓછી સમય મર્યાદાની અંદર તમારી સારવારની યોજના બનાવવા માટે કેટલીક દવાઓ મેળવવા માટે અમે તમારી સહાયતા કરી શકીએ છીએ. અમે આ સેવા-સવલત યુએસએ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને દુબાઇ જેવા અનેક દેશો માટે પૂરી પાડીએ છીએ.)
સરોગસીની સારવાર ભારતમાં માત્ર ભારતીય નાગરિકો પૂરતી જ મર્યાદિત છે. યોગ્ય દંપતી માટે સરોગસી 100% કાયદેસર છે. ભારતમાં સરોગસી માટેના કાયદાઓમાં થતાં પરિવર્તનને સમયાંતરે જોતા રહેવું.
ભારત આવતાં પહેલાં તમારે ઘેરથી તમે સરોગેટ મધરની પસંદગી કરી શકો છો..પસંદગીમાં જરા પણ ઉતાવળ કર્યા વગર શાંતિથી યોગ્ય નિર્ણય લઇ શકો છો.
વંધ્યત્વએ જીવનના સૌથી કઠીન પડકારોમાં એક બની રહે છે, તબીબી રીતે અને ભાવનાત્મક દ્રષ્ટિએ પણ. ખાસ કરીને જ્યારે એ સારવાર માટે પરદેશ જવાનું હોય. ફર્ટિલીટી સારવારમાં અનેક બાબતો મુશ્કેલી સર્જે છે. સૌ પહેલાં તો પોતાનું બાયોલોજીકલ (જૈવિક કે પોતાના પિંડમાંથી) બાળક નહીં જન્મી શકે તેનો ડર, ઘનિષ્ઠ સારવારમાંથી પ્રસાર થવું અને આર્થિક બોજો – આ તમામ સંતાનપ્રાપ્તિની સારવારમાં મુશ્કેલભરી પરિસ્થિતિ બની રહે છે.
પરંતુ અમે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી તમારો માતૃત્વ-પિતૃત્વનો અનુભવ બને તેટલો સરળ બનાવીશું. મોટાભાગના અમારા સ્ટાફ મેમ્સબર્સ એકથી વધુ ભાષા જાણતા હોય છે માટે સંવાદ માટે કહેવા-સમજવામાં ખાસ તકલીફ નહીં પડે અમે તમને ખાત્રી આપીએ છીએ કે ફર્ટિલીટી સારવાના દરેક તબક્કા તમે સમજીને આગળ વધશો.
આ એક ડગલું ભરશો એટલે કુટુંબ જીવનના તમારા સપનાંની નજીક પહોંચી જશો.
શું તમે આઇવીએફ સેવા લેવાની ઇચ્છા ધરાવો છો, વ્યંધત્વની સારવારની માહિતી શોધવા અથવા તો સેકન્ડ ઓપિનિયન માટે, તો ઓનલાઇન પરામર્શ યોગ્ય વિકલ્પ બની શકે છે.
અમારો સંપર્ક કરવા માટે અમારા પેશન્ટ કોઓર્ડિનેટરની સાથે ઇમેઇલ કે ફોન દ્વારા સંપર્ક કરી શકો છો. તેઓ તમને વિડિયો કન્સલટેશન માટે અનુકૂળ સમય ગોઠવી આપશે.
બાવીશી ફર્ટિલીટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. વિદેશથી આવતા દંપતીઓને પડતી મુશ્કેલીઓથી અમે વાકેફ છીએ. અમે સારવારની યોજના બનાવવામાં, ઉપચાર માટેના પ્રોટોકોલને વ્યવહારુ બનાવવું અને વિદેશી દંપતીઓ માટે સમયની અનુકુળતા ફાળવવી – જેવા તમામ કાર્યોમાં પૂર્ણ સહયોગ આપીશું.
WhatsApp us