આઇસીએસઆઇ પદ્ધતિ ચમત્કારી ગેમ-ચેન્જર ટેકનિક છે, જ્યાં એક સ્ત્રીબીજને ફલિત કરવા માટે એક જ શુક્રાણુની જરૂર પડે છે. આઇસીએસઆઇ પદ્ધતિ આઇવીએફ માં ફલન પ્રક્રિયાને બદલી નાંખી છે અને અસંભવ પરિસ્થિતિઓમાં પણ આઇવીએફને સફળ બનાવ્યું છે.
આઇસીએસઆઇ પદ્ધતિ આઇવીએફ સારવારનો એક હિસ્સો છે. તેનો ઉપયોગ ગર્ભધાન માટે કરવામાં આવે છે, એટલા માટે આઇવીએફ અને આઇસીએસઆઇ બન્ને અલગ-અલગ ઉપચાર નથી.
ફલન ગર્ભધારણમાં સૌથી મહત્વનું પગલું છે. કુદરતી ગર્ભધારણમાં, સફળ ગર્ભધાન પ્રાપ્ત કરવા માટે લાખોની સંખ્યામાં શુક્રાણુની જરૂરિયાત રહે છે, એટલા માટે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ સંખ્યા અંદાજે પ્રતિ એમ. એલ. દોઢ કરોડની હોય છે
પારંપરિક આઇવીએફમાં ફલન ની પ્રક્રિયામાં એક સ્ત્રીબીજ અને કેટલાક શુક્રાણુને એક ટીપાંમાં સાથે રાખવામાં આવે છે. ત્યારબાદ જાતે જ ફલન થાય તેની પ્રતીક્ષા કરવામાં આવે છે. શુક્રાણુ દ્વારા સ્ત્રીબીજને ફલિત કરવા ઘણી જટિલ પ્રક્રિયા છે.
ક્યારે ક્યારે પારંપરિક આઇવીએફની સાથે ફલનમાં નિષ્ફળતા મળે અથવા તો ખૂબ જ ઓછા બીજ ફલિત થાય તેવું જોવા મળે છે . તો ક્યારેક શુક્રાણુની સંખ્યા ગતિશીલતા અથવા આકારમાં ખૂબ જ તકલીફ હોય છે કે જેથી પારંપરિક આઇવીએફ માં વાપરી શકાતા નથી. અને આઇસીએસઆઇની આવશ્યકતા ઊભી થાય છે.
આઇ.સી.એસ.આઇ.ના આગમન પછી ફલનમાં સમસ્યા ઘણા અંશે ઓછી થઇ ગઇ છે. તમામ સારા આઇવીએફ ક્લિનિક જેમાં ટેકનિક છે અને પોતાના કુશળ ગર્ભવિજ્ઞાનના તજજ્ઞો છે, તમામ આઇ.સી.એસ.આઇપસંદ કરે છે.
જ્યારે ફલનની વાત આવે ત્યારે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ ‘બધા માટે આઇસીએસઆઇ’ કરે છે. સ્વ-સંચાલિત આઇસીએસઆઇના અદ્યતન મશીનો અમને સર્વોત્તમ ફલન માટે મદદ કરે છે. અનુભવી ગર્ભવિજ્ઞાન વિશેષજ્ઞોની મદદથી માઇક્રોન લેવલની ચોકસાઇ પ્રદાન કરે છે.
શુક્રાણુઓને વિશેષરૂપથી આઇસીએસઆઇ માટે તૈયાર કરવામાં આવે છે. ખાસ માઈક્રોસ્કોપ માં શુક્રાણુની બધી વિગત ચકાસવામાં આવે છે. આઇસીએસઆઇમાં સૌપ્રથમ માઈક્રોસ્કોપ દ્વારા શુક્રાણુની ગતિશીલતા, તેની બંધારણના આધારે સૌથી સારા શુક્રાણુઓની પસંદગી કરવામાં આવે છે. માઇક્રોમૈનિપુલેશન ટેકનિક દ્વારા શુક્રાણુની પૂંછને કાપીને સક્રિય કરવામાં આવે છે. આમ કરવાથી કુદરતી રીતે જ્યારે શુક્રાણુ સ્ત્રીબીજ માં પ્રવેશ કરે ત્યારે તેમાં જે પરિવર્તન આવતા હોય છે તેવા જ પરિવર્તન આવે છે . તેને એક્રોસોમ પ્રતિક્રિયાના રૂપમાં ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક શુક્રાણુને વિશેષ માઇક્રોનીડલનીથી સ્ત્રી બીજમાં પ્રવેશ કરાવવામાં આવે છે. આ પ્રકારે લગભગ ફલન નિર્ધારિત કરી શકાય છે. આઇસીએસઆઇની સાથે સ્ત્રીબીજ ને હાની પહોંચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે
આઇસીએસઆઇ પારંપરિક આઇવીએફની તુલનામાં ફલનની ટકાવારીમાં વધારે સારું પરિણામ આપે છે. એટલા માટે જ બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં આઇવીએફના લગભગ તમામ સારવાર આઇસીએસઆઇ સારવાર છે. ઘણી ઓછી ક્ષમતા ધરાવતા શુક્રાણુનો પણ આઇસાએસઆઇની સારવારમાં ઉપયોગ કરી શકાય છે.
આઇસીએસઆઇની વિશેષરૂપથી આવશ્યકતા છેઃ
જે યુગલમાં વંધ્યત્વનું કારણ ના ખબર પડતી હોય તેઓ પણ આઇસએસઆઇ સારવારથી ફલનમાં નિષ્ફળતા અથવા તો ઓછું ફલન ના મળે તે નિર્ધારિત કરી શકે છે.
હજારો સફળ સારવાર અને પરફેક્ટ ટેકનિક્સ સાથે અમારા અનુભવનો લાભ ઉઠાવો.
WhatsApp us