અમારા 20,000થી પણ વધુ સફળ ગર્ભધાનની સંખ્યા દર્શાવે છે કે અમે સમગ્ર ભારતમાં અને વિશ્વમાં સર્વોચ્ચ સફળતા દર ધરાવીએ છીએ. પ્રત્યેક દંપતીને શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે અમે તેમની સારવારમાં કોઇ પણ પ્રકારની કસર રાખતા નથી.
સફળતા કોઇ આકસ્મિક ઘટના નથી, બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટે વર્ષોનો અભ્યાસ, ઊંડાણપૂર્વકના અવલોકન, ઉત્તમ પ્રાયોગિક પદ્ધતિ અને પ્રત્યેક દંપતી માટે સર્વશ્રેષ્ઠ સંભવિત સફળતા મેળવવા માટે અત્યાંધૂનિક ટેકનિક-સ્ત્રોત અને સંસાધનોનો સમજદારી અને સંયમપૂર્વક ઉપયોગની કાર્યપદ્ધિતિ જ સફળતામાં પરિણમે છે.
બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે આવતા દંપતી અને તેમન પરિવારને મળતો સંતોષ અને તંદુરસ્તી બાળકનો જન્મ – એ જ અમારી સફળતા છે અને અમે દાતા સ્ત્રીબીજ, પુરૂષબીજ કે ગર્ભનો ઉપયોગ કરીને સારવારનો સરળ માર્ગ પસંદ કરતા નથી. અમને પડકારો પસંદ છે.
આઇવીએફ સારવારના એકસોથી પણ વધુ સંયુક્ત વર્ષના અનુભવો સાથે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટે સર્વોચ્ચ સફળતા માટે માન્ય માપદંડોની પ્રતિબદ્ધતા સાથે એક સીમાચિહ્ન અંકિત કરી દીધું છે.
બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટની સફળતા પાછળ એક અનુભવી અને પ્રતિબદ્ધતા સાથે સાર-સંભાળ કરનારી એક સક્ષમ ટીમ છે. અનુભવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત આઇવીએફ વિશેષજ્ઞ પ્રમોટર અમારી ટીમને તૈયાર કરે છે.
સૌથી જટિલ અને મુશ્કેલ કિસ્સાઓ સાથે હજારો દંપતીઓની સારવાર કરવા માટે અમારી સમગ્ર કુશળ ટીમ મદદ કરવા સદા પ્રતિબદ્ધ છે.
અમારી ટીમને ભારત અને વિદેશોમાં થઇ રહેલી આધૂનિક તબીબી વિકાસની સાથે તાલમેલ બનાવી રાખવા માટે તેઓને સમય-સમય પર પ્રશિક્ષિત કરવામાં આવે છે. આંતરિક પ્રશિક્ષણ અને વિશ્વના પ્રમુખ પ્રશિક્ષણ સેમિનાર-કાર્યક્રમોમાં સામેલ થઇ તેના દ્વારા જ્ઞાન અને કૌશલને નિરંતર વધારવા માટેનો સતત પ્રયત્નશીલ છીએ.
અમારી ટીમના સભ્યો પ્રામાણિક, નિષ્ઠાવાન અને કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેઓ હંમેશા ભાવનાત્મક સારવારમાં મદદ માટે સદા તૈયાર હોય છે.
તબીબી વિજ્ઞાન હંમેશા સારવાર અને તેની સમગ્ર પ્રક્રિયાની સાથે સંલગ્ન રહેલું છે. શ્રેષ્ઠ પરિણામો માટે અમે સારવાર પહેલાં તમારા (દંપતી)ના શરીરને અનુકુલ કરવા સમગ્ર દષ્ટિકોણને ધ્યાનમાં લઇએ છીએ.
જો કે સારવાર પહેલાંનું મૂલ્યાંકન અને શારીરિક તેમજ માનસિક તૈયારી ગર્ભના પ્રત્યારોપણ અને તેને સક્ષમ રીતે વિકસિત કરવા માટે એક યોગ્ય-સકારાત્મક વાતાવરણ તૈયાર કરવામાં સહાયરૂપ બને છે.
અમે જાણીએ છીએ કે દરેક દંપતીનું સ્વપ્નું-લક્ષ્ય એક સ્વસ્થ સંતાનનું હોય છે. અમે તમામ પ્રોટોકોલ તૈયાર કર્યા છે જે એકથી વધુ ગર્ભ ધારણ સ્થિતિમાં સગર્ભાવસ્થામાં ઊભી થનારી મુશ્કેલી-અડચણોને નિવારી શકે. અમે ગર્ભાવસ્થાનું માર્ગદર્શન પુરૂં પાડીએ છીએ અને યોગ્ય નિર્ણય લેવામાં આપને સહયોગ આપીએ છીએ. અમે ગંભીર પ્રકારની બિમારીવાળા દર્દીઓ (પ્રસૂતા માતા) માં પણ મા અને બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવધાનીપૂર્વક ગર્ભાવસ્થા દરમિયાન પ્રોટોકોલનું પાલન કરીએ છીએ અને તેના સૂચનો પણ કરીએ છીએ. અમારા પ્રમુખ કેન્દ્રોમાં સર્વોત્તમ માતૃત્વ સેવાઓ ઉપલબ્ધ છે.
અમે દરેક દંપતીને પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે પોષાય તેવા વિવિધ પેકેજના વિકલ્પો આપીએ છીએ. તમે ‘ત્રણ-પ્રયત્ન’ના પેકેજ સાથે તમારા ગર્ભ ધારણ અવસરને ત્રણ વખતની તકને પસંદ કરી શકો છો અથવા અમારા ‘સુરક્ષા કવચ પેકેજ’નો વિકલ્પ સ્વીકારી મનની શાંતિ સાથે સંતાન પ્રાપ્તિ માટે નિશ્ચિંત થઇ શકો છો, જે તમામ પ્રકારની સુરક્ષા પ્રદાન કરે છે.
અમારું લક્ષ્ય તમારા ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવાનું છે, અને અમે તમારી સાથે તમારી સંતાનપ્રાપ્તિ સારવાર-યાત્રાને સરળ, સુરક્ષિત, શ્રેષ્ઠ અને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે તમારી સફળતાને એટલું જ મહત્વ આપીએ છીએ જેટલું તમે સ્વયં ઇચ્છો છો. અમારી સફળતાની હકીકત બીજું કશું જ નથી પરંતુ હજારો દંપતીની સફળતાની કંઇકેટલી વાસ્તવિક હકીકત દ્વારા આલેખાયેલી વાર્તા જ છે.
WhatsApp us