જ્યારે મરઘીનું બચ્ચું ઇંડામાંથી બહાર નીકળે છે ત્યારે ઇંડાનું ઉપરનું પડ તૂટી જાય છે. આ પ્રક્રિયાને હૈચિંગ કહેવાય છે. માનવ-ગર્ભ જનનાંગો( ફેલોપિયન ટ્યૂબ અને ગર્ભાશય) ની યાત્રા દરમિયાન તેના બહારના આવરણ- ઝોના પેલ્યુસીડા દ્વારા સંરક્ષિત હોય છે. જ્યારે ગર્ભ સ્થાપિત થાય છે ત્યારે તેને બહારનું આવરણને તોડવું પડે છે. આ આવરણ તોડી ગર્ભાશયની ગાદી – એન્ડોમેટ્રિયમની સાથે સીધો સંપર્ક થાય છે. આ પ્રક્રિયાને એમ્બ્રિયો હૈચિંગ કહે છે. આ ગર્ભ સ્થાપનની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જે ગર્ભ સફળાપૂર્વક હૈચ કરી શકે છે, તે સફળતાપૂર્વક સ્થાપન કરી શકે છે
ગર્ભ હૈચિંગ એક જટિલ પ્રક્રિયા છે, જે ગર્ભ અને એન્ડોમેટ્રિયમની વચ્ચે કેટલાય સંકેતો દ્વારા શરુ થાય છે, જેને ‘એન્ડોમેટ્રિટમ એમ્બ્રિયો ક્રોસ ટોક’ના નામથી પણ ઓળખાય છે. હૈચિંગ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ગર્ભે ઘણી વધારે ઊર્જાનો ઉપયોગ કરવો પડે છે.
કોઇક કોઇક વખત હૈચિંગની પ્રક્રિયા નિષ્ફળ જાય છે. મોટી ઉંમરના દર્દીના કિસ્સામાં, થીજેલા ગર્ભ વગેરેમાં હૈચિંગની પ્રક્રિયા નિષ્ફળ જવાનું જોખમ વધારે હોય છે.
હૈચિંગની પ્રક્રિયાને વિવિધ ટેકનિક્સ દ્વારા સહાયતા પ્રદાન કરવામાં આવે છે જેને અસિસ્ટેડ હૈચિંગ કહેવામાં આવે છે. સૌથી એડવાન્સ ઉન્નત, સુરક્ષિત અને સ્વીકૃત ટેકનીક દ્વારા ઝોના પેલ્યુસીડાને પાતળું કરવા કરવામાં આવે છે અથવા છિદ્ર કરવામાં આવે છે. આ માટે આ પ્રક્રિયાને સમર્પિત લેઝરનો ઉપયોગ કરવો પડે છે. જેને લેઝર-આસીસ્ટેડ હૈચિંગ એલ.એ.એચ. કહેવામાં આવે છે.
લેઝરઅસિસ્ટેડ હૈચિંગ
આપણા દેશના શ્રેષ્ઠ ગર્ભ વિજ્ઞાનીઓ દ્વારા લેઝરઅસિસ્ટેડ હૈચિંગ આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ અને વિશાળ અનુભવ દ્વારા સુરક્ષિત રીતે કરવામાં આવે
બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ વિશેષ જાણકારી અને અનુભવની સાથે એલએએચ સુવિધા આપે છે. અમે આ પ્રમાણિત આધૂનિક ટેકનોલોજીનો લાભ ઉઠાવવા તમામ દંપતીઓને આહવાન કરીએ છીએ. તો આપ પણ ખૂબ જ ઓછા વધારાના ખર્ચે આ ટેકનોલોજીથી સારવારની સફળતાની શક્યતા સુધારો !!
WhatsApp us