Bavishi Fertility Institute

ઇન્ટ્રા યુટરાઇન ઇનસેમીનેશન – આઇ.યુ.આઇ ( ગર્ભાશયમાં સારી ફલન ક્ષમતા વાળા શુક્રાણું- પુરુષ બીજ મૂકવાની પ્રક્રિયા )

ઇન્ટ્રા – અંદર

ગર્ભ સંબંધી – ગર્ભાશય

ગર્ભાધાન – શુક્રાણુઓને સ્થાપિત કરવું

ઓવ્યૂલેશન ( સ્ત્રીબીજનું છુટું પડવું) સમયે ગર્ભાશયની અંદર વિશેષ રૂપથી તૈયાર કરાયેલા શુક્રાણુઓનો મુકવાની પ્રક્રિયાને ‘ઇન્ટ્રા યુટેરિન ઇનસેમિનેશન’ કહેવામાં આવે છે.

આ પ્રક્રિયામાં, શુક્રાણુને ગર્ભાશય ના મુખ (સર્વિક્સ) અડચણોને દૂર કરી સીધા જ ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે છે. જેનો અર્થ એ થાય કે શુક્રાણુઓને અપેક્ષિત બીજના નીકળવાના સમયે ફેલોપિયન નળીને ગર્ભાશયની નજીક રાખવામાં આવે છે.

આઇયુઆઇને શ્રેષ્ઠ સફળતા અપાવવા કેટલાય મહત્વના પરિબળો છે જેવા કે; સારવાર પૂર્વેનું મૂલ્યાંકન, યોગ્ય કેસની પસંદગી, સ્ત્રી બીજ બનવાની સારી દવા, ઓવ્યૂલેશન પર યોગ્ય નિરીક્ષણ, સાવધાનીપૂર્વક શુક્રાણુઓની તૈયારી, યોગ્ય સમયે વીર્યનું પ્રસ્થાપન, આઇયુઆઇ પછી અપાતી સપોર્ટ-ઠંડકની દવાઓ વગેરે સારવારની સફળતા માટેના મહત્વના નિર્ધારક પરિબળો છે.

આઇયુઆઇ નો લાભ કોણ લઇ શકે?

પુરૂષમાં વ્યંધત્વ માટેના કારણો

  • શુક્રાણુઓની કમી
  • શુક્રાણુઓમાં ગતિશીલતાનો અભાવ
  • અસામાન્ય શુક્રાણુઓની વધુ ટકાવારી
  • વીર્યની ઓછી માત્રા
  • સ્નિગ્ધ વીર્ય વધુ ચિકાસ 
  • થીજાવેલું વીર્ય
  • જ્યાં વીર્યદાતાના નમૂનાનો ઉપયોગ કરવામાં આવે છે
  • જાતીયસંબંધોમાં સમસ્યા
IUI

મહિલાઓમાં વ્યંધત્વ માટેના કારણો

  • ગર્ભાશય ના મુખના સ્ત્રાવ (સર્વિકલ મ્યૂકસ) મા તકલીફ 
  • અસામાન્ય પોસ્ટ કોટિકલ ટેસ્ટ – પીસીટી
  • સ્ત્રીની શારિરીક રચનામાં તકલીફ
  • નબળુ ઓવ્યૂલેશન

વ્યંધત્વના અનિર્ણિત કારણો

  • વ્યંધત્વની સારવારમાં ગર્ભાવસ્થામાં સુધાર કરવા માટે

આઇયુઆઇ ઉપચાર કેવીરીતે કરવામાં આવે છે?

iui

સ્ત્રી પાત્ર

  • સ્ત્રી બીજ ની સંખ્યા અને ગુણવત્તા વધારવા માટે દવાઓ અથવા ઇન્જેક્ષનની મદદથી ઓવ્યૂલેશન ઇન્ડક્શન કરવામાં આવે છે.
  • ટ્રાન્સ વજાઇન સોનોગ્રાફી – ની સાથે ફોલિકલ (સ્ત્રી બીજ )ડેવલપમેન્ટની પ્રક્રિયા ઉપર નજર રાખી શકાય છે.
  • જ્યારે ફોલિકલ્સ (સ્ત્રી બીજ) તૈયાર થઇ જાય છે, ત્યારે એચસીજી ઇન્જેક્શન સ્ત્રીબીજની અંતિમ પરિપકવતા અને તેને છુંટું પાડવા માટે આપવમાં આવે છે 
  •  સારી ફલન ક્ષમતા વાળા શુક્રાણુંપુરુષ બીજ (તૈયાર કરેલા વીર્યના ના નમુના) ને  એક પાતળી, મુલાયમ નળીની મદદથી ગર્ભાશયમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. શુક્રાણુઓને ગર્ભાશયમાં સ્થાપિત કરવાની આ પ્રક્રિયાને ઇન્ટ્રા યુટેરાઇન ઇનસેમિનેશન – આઇયુઆઇ કહેવામાં આવે છે.
  • આઇયુઆઇ એક ઘણી જ સરળ, આસાન અને દર્દરહિત પ્રક્રિયા છે. તૈયાર કરેલા વીર્યના ના નમુનાને મુકવામાં થોડીક જ સેંકન્ડનો સમય લાગે છે.
  • સ્ત્રીને દસ મિનિટનો આરામ કરવાની સલાહ આપવામાં આવે છે. અને ત્યારબાદ તે તેના રોજિંદા કામકાજો કરી શકે છે, જેમાં ઓફીસ જવું, પ્રવાસ કરવો, ઘરના કામકાજ કરવા વગેરે.
  • દંપતી પોતાની પસંદ અને ઇચ્છા અનુસાર માસિક ચક્રમાં કોઇપણ સમયે સમાગમસંભોગ કરી શકે છે તેમાં કોઇ બંધન અથવા બાધ્યતા નથી.

પુરૂષ ભાગીદાર

  • આઇયુઆઇના દિવસે પુરૂષનું વીર્ય એકત્રિત કરવવામાં આવે છે.
  • આઇયુઆઇ  નિયત કરેલા સમયના એક કે બે કલાક અગાઉ પુરૂષ વીર્ય આપી શકે છે.
  • પુરુષ તેમની અનુકૂળતા પ્રમાણે સવારે વહેલા વહેલા આપી શકે છે જે લેબોરેટરીમાં સ્ટોર કરી અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકે છે
  • હોસ્પિટલમાં નિયમિત રીતે વીર્યનો નમુનો આપી શકાય છે  અથવા તો પુરુષ ઘરેથી પણ વીર્ય લઈ અને હોસ્પિટલમાં આપી શકે છે જે ઉપયોગમાં લઈ શકાય છે. કોવિડ-19ના સંક્રમણ વખતે આ પ્રકારની સુવિધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
  • જો પુરૂષ આઇયુઆઇના ના સમયે કે દિવસે હાજર ન થઇ શકે તો વીર્ય નો નમુનો થીજાવીને વાપરી શકાય છે આ નમૂનો અનુકૂળતા અનુસાર કોઈપણ સમયે આપી શકાય છે
  • જો પુરૂષ કોઇ સારવાર અથવા સર્જરી-ઉપચારમાંથી પસાર થઇ રહ્યો કે જે  શુક્રાણુઓના ઉત્પાદન પર પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે;  તો તે તેનું વીર્ય ફ્રિઝ કરાવી શકે છે, જેનો ઉપયોગ આવશ્યક્તા ઊભી થાય ત્યારે આઇયુઆઇ માટે તૈયાર કરી શકાય છે.
  • ક્રાયોએક્યૂમેશન  – વીર્યના નમુનાઓને ફ્રીઝ કરવા અને જરૂર પડે ત્યારે સંચય કરેલા એકથી વધુ નમુના જોડે ગર્ભાધાન માટે ઉપયોગમાં લેવા. આ ત્યારે ઉપયોગી બની રહે કે જ્યારે એક વીર્યના નમૂનામાં ઉત્તમ ગુણવત્તાવાળા શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય.
  • ફ્રીઝ કરાયેલા વીર્યનો ઉપયોગ કરવા માટે, પુરૂષ તેના વીર્યને કોઇપણ અનુકૂળ સમયે ફ્રિઝ કરી શકે છે,

લેબોરેટરી ની પ્રક્રિયા – વીર્ય તૈયાર કરવાની પ્રક્રિયા- સારા પુરુષ બીજ અલગ કરવાની પ્રક્રિયા

  • વીર્યમાં શુક્રાણુઓ સિવાય અન્ય અનિચ્છનીય પદાર્થો મોટા જથ્થામાં હોય છે. ફક્ત શુક્રાણુને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. અમારી લેબોરેટરીમાં વીર્ય તૈયાર કરવાનું હોય છે, વીર્યમાં રહેલા બિનઉપયોગી પદાર્થોને દૂર કરવાનું હોય છે અને વીર્યના નમૂનાઓમાંથી સૌથી વધુ ગતિશીલ અને સામાન્ય શુક્રાણુને અલગ કરવાનું હોય છે. અમારે શુક્રાણુઓની ક્ષમતા પણ પારખવાની હોય છે, જે ગર્ભધાન માટે મહત્વપૂર્ણ છે.

વીર્ય માપદંડોને આધારે અમે વીર્ય તૈયાર કરવાની પ્રક્રિયા નક્કી કરીએ છીએ.

તમારા ઉપચાર તમારા ઉપચાર કરતા ક્લિનિકમાં તમામ પ્રકારના શુક્રાણુઓ તૈયાર કરવાની ટેકનિક ઉપલબ્ધ અને ઉચ્ચતમ પરિણામો માટેની સુવિધા એક જ જગાએ હોવી જોઇએ.

આઇયુઆઇ કેવીરીતે કરવામાં આવે છે?

આઇયુઆઇ – ગર્ભાશયમાં શુક્રાણુંઓ સ્થાપિત કરવાની પ્રક્રિયા ઘણી જ સરળ છે.

  • દર્દીને ઓપરેશન થિયેટરમાં લઇ જવામાં આવે છે.
  • આંતરિક ભાગને એક્સપોઝ કરવા માટે આરામદાયક પોઝીશન આપવામાં આવે છે.
  • સંક્રમણને નાથવા માટે કિટાણુમુક્ત સાવધાનીઓ રાખવી પડે છે.
  • ગર્ભાશયના મુખને ઉઘાડવા માટે અને તેને તે સ્થિતિમાં રાખવા માટે યોનિમાં એક સેલ્ફ-રેટેનિંગ ઉપકરણ મુકવામાં આવે છે.
  • શુક્રાણુઓને ગર્ભાશયમાં સ્થાપિત કરવા માટે એક પાતળી નળી લેવામાં આવે છે 
  • ગર્ભાશયનું મુખ સ્વચ્છ કરવામાં આવે છે
  • નળીને ગર્ભાશયની મુખ ના માધ્યમ દ્વારા ગર્ભાશયમાં પ્રવેશ કરવામાં આવે છે.
  • તૈયાર શુક્રાણુઓને ધીરે ધીરે ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.

આઇયુઆઇના લાભો

  • ઘણી સરળ પ્રક્રિયા
  • એઆરટી આઇવીએફથી ખર્ચ ઓછો થાય છે
  • પ્રાકૃતિક સમાગમની તુલનામાં ગર્ભધારણ કરવાની વધારે સંભાવના

આઇયુઆઇના ગેરલાભો અને તેની મર્યાદા

  • લાખો શુક્રાણુઓની જરૂરિયાત પડે છે.
  • ફલન થાય છે કે નહીં તે આપણે જોઈ શકતા નથી
  • ફલન થશે  તેવો કોઇ ભરોસો નથી આપી શકતા
  • ગર્ભ, ગર્ભાશય સુધી પહોંચશે તેનું આશ્વાસન નથી આપી શકતા
  • અમે ગર્ભની ગુણવત્તાની પરખ નથી કરી શકતા
  • અન્ય હાઇ-ટેક એઆરટી – આઇવીએફની તુલનામાં તેની સફળતાની સંભાવના ઘણી ઓછી રહે છે.

બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ દરેક વર્ષે સેંકડો દંપતીઓના આઇયુઆઇની સારવાર કરે છે. તમામ સુવિધાઓ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં એક જ છત નીચે ઉપલબ્ધ છે. કુશળ અને અનુભવી ડોક્ટર્સ અને ગર્ભવિજ્ઞાનીઓ  સફળતામાં ઉત્તમ પરિણામો માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે

અમારા સ્થાનો