BFI

એન્ડોમેટ્રીઓસિસ

એન્ડોમેટ્રીઅમ ગર્ભાશયની અંદરનું પડ છે. આ પડ દર મહિને વિકાસ પામે છે અને માસિકધર્મના સમયે તે આંશિકરૂપે છુટું પડી જાય છે. જો એન્ડોમેટ્રીયલના પડની કોશિકાઓ ગર્ભાશાયની બહાર વિકાસ પામે છે, તો તેને એન્ડોમેટ્રિયોસિસ કહેવામાં આવે છે. આ કોશિકાઓ પોતાના પ્રાકૃતિક આવાસથી બહાર છે, અને માસિક ધર્મના માધ્યમથી તેનો નિકાલ નથી કરી શકાતો. જેથી થોડી બળતરા ઊભી કરે છે. જે પેઢુના અંગો અને રક્ત જેવાં પ્રવાહીના ભરાવાના કારણે આ લક્ષણો દેખાય છે.

એન્ડોમેટ્રીઓસિસના જખમ ગર્ભાશયમાં નાના આકારના ધબ્બાથી લઇ મોટા અથવા તો ચોકલેટ જેવા વિવિધ ગઠ્ઠા જેવા બની જાય છે. એન્ડોમેટ્રીઓસિસ અંડાશયની આજુબાજુના અંગો જેવા કે મૂત્રાશય અથવા ફેફસાં જેવા દૂરના અંગો ઉપર અસર કરે છે.

લક્ષણો

ડિસ્મેનોરોઆ – માસિક ધર્મના સમય દરમિયાન દર્દ, ડિસ્પેર્યૂનિયા – સમાગમ દરમિયાન પીડા અને વ્યંધત્વ એન્ડોમેટ્રિઓસિસના સામાન્ય લક્ષણો છે. પેઢુના વિસ્તારમાં ઓન્ડોમેટ્રીઓસિસ હઠીલા દર્દનું એક સામાન્ય કારણ છે.

એન્ડોમેટ્રિઓસિસ અંડાશય અને નળીઓની વચ્ચે ચિકાશ ઊભી કરે છે ( જે એક સાથે ફસાઇ ગયા છે), જેના કારણે અંડાશય દ્વારા નળીઓ માંથી સ્ત્રીબીજ લેવામાં અસર થાય છે. એન્ડોમેટ્રિઓસિસમાં વ્યંધત્વ માટેનું એક કારણ છે.

એન્ડોમેટ્રીઓસિસ એ ક્રમિક વધતો રોગ છે અને એન્ડોમેટ્રીઓટિક જખમ અને લક્ષણોનું કદ સમય જતાં ખરાબ થઇ જાય છે.

એન્ડોમેટ્રીઓસિસ શા માટે થાય છે?

એન્ડોમેટ્રીઓસિસ થવાનું ચોક્કસ કારણ હજુ સુધી સમજી શકાયું નથી.

જુદાજુદા સિદ્ધાંતો જેમ કે માસિક ધર્મ દરમિયાન રક્ત પ્રવાહનો પ્રતિકૂળ માર્ગ, શરીરમાં સ્વાભાવિક રૂપથી હાજર પદાર્થોની સામે ઉત્પાદિત એન્ટિબોડી અથવા લિમ્ફોસાઇટોની કારણે થતી બિમારીઓ સંબંધિત તેમજ પારિવરિક જીવનશૈલીનો પણ સમાવેશ થાય છે.

નિદાન

સોનોગ્રાફી

સોનોગ્રાફી દ્વારા એન્ડોમેટ્રિઓસિસના કેટલાક રૂપનું નિદાન કરી શકાય છે. સૌથી મોટો જખમ અંડાશયમાં એક ગઠ્ઠો છે જેના તરલ રંગને કારણે તેને ચોકલેટ જેવા ગઠ્ઠા કહી શકાય, સોનોગ્રાફીમાં ડોક્ટર ગર્ભાશયમાં જોઇ શકે છે, અને અંડાશયને સ્વતંત્ર રીતે ગતિશીલ કરી શકાય છે. નિષ્ણાત ડોક્ટર
એન્ડોમેટ્રિઓસિસનો તાત્કાલિક નિદાન કરી શકે છે અને રોગની મર્યાદાથી વધુ ચોક્કસ મૂલ્યાંકન કરી શકે છે.

લેપ્રોસ્ક્રોપી

લેપ્રોસ્કોપી દ્વારા પેઢના અંગોનું નિદર્શન થાય છે, જે પેટમાં લગાડાયેલા એન્ડોસ્કોપના માધ્યમથી થાય છે. તે એક સર્જિકલ પ્રક્રિયા છે, જ્યાં એન્ડોસ્કોપને એન્ડોસ્કોપ સાથે જોડાયેલા કેમેરા દ્વારા નાભિ (ડૂંટી)ની નજીક નાના છેદ દ્વારા મુકવામાં આવે છે. આપણે ગર્ભાશય, નળીઓ, અંડાશય વગેરેની કલ્પના કરીએ છીએ આપણે લેપ્રોસ્કોપી દ્વારા આ અંગોમાંથી બાયોપ્સિ કરી શકીએ છીએ. તીવ્રતા અને વૃદ્ધિના આધારે, એન્ડોમેટ્રીઓસિસને ચાર સ્તરમાં છુટા પાડવામાં આવે છે. જેમાં સૌથી ઓછા, સામાન્ય, મધ્યમ અને ગંભીર.

લોપ્રોસ્કોપી ફક્ત નિદાન માટે જ નથી પરંતુ રોગના ઉપચાર માટે પણ છે.

એક સર્જન એન્ડોમેટ્રોસિસના ઘાવને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી શકે છે. (ઇલેક્ટ્રિક કરંટ દ્વારા) સર્જન ચોકલેટ જેવી ગાંઠ એન્ડોમેટ્રિઓટિક ઘાવને દૂર કરી શકે છે, અંગો વચ્ચેનું જોડાણ કાપી શકાય છે. ફેલોપીયન નળીની પ્રત્યક્ષતાની જાણકારી મેળવી શકાય છે. લેપ્રોસ્કોપીની વધુ વિગતો જાણવા માટે

અન્ય તપાસ સાધનો જેવા કે સીટી-સ્કેન, એમઆરઆઇ પણ ઘણીવાર ઉપયોગી બની શકે છે.

ઇલાજ

અંડાશયની આરક્ષિત ક્ષમતા, બાળક માટેની ઇચ્છાશક્તિ અને પ્રાકૃતિક લક્ષણોની મર્યાદાને ધ્યાનમાં રાખી ઉપચારની લાઇનદોરી આધારિત હોય છે.

ગર્ભાવસ્થા અને સ્તનપાન દ્વારા એન્ડોમેટ્રીઓસિસને ઘણા ભાગે નાબૂદ કરી શકાય છે, કારણકે આ અવસ્થા અસ્થાયીરૂપે માસિકચક્રને રોકી રાખે છે.

સ્ત્રીઓ ગર્ભવતી થવાની તૈયારી કરે છે.

જો તમે ગર્ભવતી બનવાની ઉચ્છા ધરાવતા હોવ, તો તમારે ગર્ભાવસ્થાની યોજના સત્વરે નક્કી કરી લેવી જોઇએ.

એન્ડોમેટ્રીઓસિસની અસર જો કોઇ હોય તો કમસે કમ ગર્ભાવસ્થા અને ઉછરતા બાળકના વિકાસ પર પડે છે. જો તમે ગર્ભ ધારણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો એન્ડોમેટ્રિઓસિસને હટાવવાનો સંકેત ત્યારે આપી શકાય જ્યારે તમે સ્વાભાવિક રીતે ગર્ભધારણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરતા હોવ.

લેપ્રોસ્ક્રોપિક સર્જરી

લેપ્રોસ્કોપિક સર્જરી એ શસ્ત્રક્રિયાની સૌથી સારી પદ્ધતિ છે કારણ કે તે આપણને બિમારીની મર્યાદાનું ચોક્કસ ચિત્ર બતાવી શકે છે. ગંભીર એન્ડોમેટ્રીઓસિસ સર્જરી માટે ઉચ્ચસ્તરના વિશેષજ્ઞ અને અનુભવની જરૂર હોય છે.

એન્ડોમેટ્રિઓસિસમાં પુનરાવર્તનની શક્યતાઓ રહેલી છે. તેથી સર્જરી બાદ તમારે શ્રેષ્ઠ પરિણામ માટે ગર્ભ ધારણની યોજના બનાવવી જોઇએ.

શસ્ત્રક્રિયા કોઇપણ રીતે અંડાશયને નુકસાન પહોંચાડી શકે તેવી સંભાવના હોય છે. કારણ કે સામાન્ય અંડાશય ગ્રંથિ અને ગઠ્ઠાને વીજકરંટથી હટાવવામાં આવે છે. આ પ્રકારની શસ્ત્રક્રિયા પહેલા સ્ત્રીબીજની ગણતરીનું મૂલ્યાંકન જરૂરી છે. જો સ્ત્રીબીજની સંખ્યા ઓછી હોય, તો ત્યારે આઇવીએફ જ એક માત્ર ઉપચારનો વિકલ્પ બને છે. આઇવીએફથી પહેલાં એન્ડોમેટ્રિઓસિસને દૂર કરવાની જરૂર નથી કેમ કે તે આઇવીએફની પ્રક્રિયાને સફળતાની ટકાવારીને પ્રભાવિત નથી કરી શકતું. આઇવીએફ વિશે વધુ જાણકારી માટે

સ્ત્રીઓ ગર્ભવતી થવાની તૈયારી નથી કરતી.

જો તમે ગર્ભધારણ કરવાની ઇચ્છા નથી ધરાવતા અથવા સંતાન પ્રાપ્તિ સાથે આપ પૂર્ણ પરિવાર ધરાવો છે તો એન્ડોમેટ્રીઓસિસની મર્યાદાની આધારે, સારવાર અથવા શસ્ત્રક્રિયાની ભલામણ કરવામાં આવે છે.

તબીબી સારવાર

દર્દ નિવારક: હળવાશ માટે, દર્દમાં રાહત માટે એસ્પિરિન, ઇબ્રુપ્રોફ્રેન અથવા મેફેનૈમિક એસિડ જેવી સાધારણ દર્દ નિવારક દવાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.

જીએનઆરએચ એનાલોગ: તે ગોન્ડોટ્રોપિનની છુટા થવા પર રોક લગાવે છે જેની સામે અંડાશયમાં એસ્ટ્રોજન પર રોક લગાવે છે.
જી-એન-આરએચ એનેલોગ કૃત્રિમ રજોનિવૃત્તિનું કારણ બનશે. એક વાર તમે દવા લેવાની બંધ કરી દેશો તો માસિક સ્ત્રાવ સામાન્ય રૂપે પુનઃ શરૂ થઇ જશે. જી-એન-આરએચ એનાલોગની કેટલાક વણજોઇતી આડઅસરો હોય છે, જેમ કે શરીરનું ગરમ રહેવું, યોનીમાં શુષ્કતા, હાંડકાને નબળા પાડવા વગેરે. આ ઇન્જેક્શનનો સૌથી વધુ દુષ્પ્રભાવ દવાઓ લેવાનું બંધ કર્યા બાદ તરત પૂર્ણ રીતે ઉલટાવી શકાય તેવું છે. હાંડકાની તાકાત માટે, કેલ્શિયમ અને અન્ય પ્રકારના એડ-બેક થેરાપીની ભલામણ કરવામાં આવે છે.

ડાયનોજેસ્ટઃ આ એક રસાયણિક દ્રવ્ય દ્વારા બનાવેલું ગર્ભાશયને સગર્ભાવસ્તા માટે તૈયાર કરવા માટે ઉત્તેજીત કરનાર હોર્મોન્સ છે જેમાં અપેક્ષાથી વધુ સારી સુરક્ષા પ્રોફાઇલ છે. કેટલાય અભ્યાસોમાંથી જાણવા મળે છે કે આ જી-એન-આરએચ એનાલોગ માટે સમાન રીતે પ્રભાવી છે.

શસ્ત્ર ક્રિયા: પરંપરાગત સર્જરી ગર્ભાવસ્થાની યોજના બનાવતી મહિલા માટે સર્જરી જેવી સમાન જ છે. કેટલાક ગંભીર કેસોમાં, હિસ્ટેરેક્ટોમી અથવા અંડાશયને કાઢી નાખવાની જરૂર પડે છે.

એડેનોમિયોસિસ

એડેનોમિયોસિસ એ એન્ડોમેટ્રિઓસિસ જેવી બિમારી છે. અહીં ગર્ભાશયના સ્નાયુ સ્તરમાં એન્ડોમેટ્રિલ પેશીઓનું વિસ્તરણ થાય છે. માસિક ઋતુસ્ત્રાવનું લોહી આ સ્નાયુઓના પડમાંથી છુટી શકતું નથી. તેનાથી આ પડ ફુલી જાય છે, અને જાડું થાય છે.

વધુ પ્રમાણમાં ઋતુકાળનો રક્તપ્રવાહ અને માસિકધર્મનો સમય ઘણો કષ્ટદાયક રહે તેવા લક્ષણો. એડેનોમિયોસિસ ગર્ભના આરોપણની સંભાવનાને ઘણી ઓછી કરે છે જેમાં વ્યંધત્વ અને કસુવાવડ પણ થઇ શકે છે.

એડેનોમિયોસિસ ફેલાવા માટે આખા ગર્ભાશયને પ્રભાવિત કરી શકે છે અથવા તો પેઢુના વિસ્તારમાં પેશીઓની ગ્રંથિઓની ગાંઠોને ઉત્પન્ન કરે છે.

તબીબી સારવાર એડોમેટ્રિઓસિસ જેવી છે. એડેનોમાસ ને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે. જો કે, ઘણા કિસ્સામાં, ગર્ભાશય સંરક્ષણ શસ્ત્રક્રિયા સારા પરિણામો નથી આપતી. ગંભીર રૂપથી હિસ્ટોરેક્ટોમીની જરૂરિયાત પડે છે.

અમે સર્વ શ્રેષ્ઠ પરિણામો માટે એડિનોમાયોસિસ ઉપચાર માટે વિશેષ વ્યંધત્વ આઇવીએફ પ્રણાલી તૈયાર કરી છે.

બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના લાભ

અમારા અનુભવી ડોક્ટર્સ એન્ડોમેટ્રીઓસિસને પહેલેથી જ પારખી લે છે. રોગની મર્યાદા અને અંડાશયની ગણતરી અમને સૌથી સારો ઉપચાર નક્કી કરવામાં મદદ કરે છે. રોગને લગભગ પૂર્ણ રીતે નાબૂદ કરવા માટે અદ્વિતીય શસ્ત્રક્રિયા કૌશલ. અમારી વિશેષ પ્રણાલીને અમને ગંભીર એડિનોમાયોસિસ અને ગંભીર એન્ડોમેટ્રીયોસિસવાળા રોગીઓમાં આઇવીએફની સાથે ગર્ભધારણ કરવામાં મદદ કરે છે.

અમારા સ્થાનો

    Book an Appointment

    Your family building is just your decision away. Reach us NOW, fill this form and we will respond ASAP, Together, we will succeed.