મારી દુનિયાને રોશન કરવા બદલ આભાર. હું પોતે શ્રી જિતેન્દ્ર અને શ્રીમતી…જ્યોતના સમગ્ર ટીમની આભારી છે. કારણ કે અહીંની સારવાર અને માહોલ એક પરિવાર જેવું લાગ્યું. સ્ટાફ ખાસ કરીને ડોક્ટર્સ અને નર્સીસ ઘણા મદદરૂપ બન્યા. ભૂતકાળમાં અમે અન્ય ઘણી જગાએ અમારો ઇલાજ કરાવ્યો પરંતુ કોઇ ઇચ્છિત પરિણામ ન મળ્યું. પછી અમે હાર માની લેવાનું સ્વીકારી લીધું, તેવામાં મારા એક મિત્રએ બાવીશી હોસ્પિટલમાં જઇ સલાહ લેવાનું જણાવ્યું, હું અહીં આવ્યો, બધુ જ સારું થયું. અત્યારે અમે એક બાળક સાથે ધન્ય છીએ, ખુશી અને કૃતજ્ઞતાની ભાવનાને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતા. એટલા માટે અંતમાં સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.
– જિતેન્દ્ર અને સોલંકી