અમે બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટીટ્યૂટની સારવાર અને તેમના આતિથ્યથી ઘણા ખૂશ છીએ અને ન ભૂલી શકાય તેવી લાગણી અનુભવીએ છીએ. અમારી હૃદયની લાગણીને કોઇ શબ્દ કે વાક્યમાં વર્ણવી નથી શકાતી નથી. અમારા આઠ વર્ષના દામ્પત્ય જીવન બાદ પણ સંતાનનો જન્મ ન થવો તેને અમારો સમાજમાં ધિક્કાર ગણે છે. પરંતુ જ્યારે અમે બાવીશી હોસ્પિટલમાં પગ મૂક્યો તો અમને અલગ પ્રકારની સકારાત્મક ભાવનાઓનો અહેસાસ થયો, કારણ કે જેવી રીતે અમારું અભિવાદન કર્યું અને સમગ્ર સારવારની પ્રક્રિયાથી અવગત કરાવ્યા, કે તરત જ અમે અમારી જાતે આગળનો નિર્ણય લઇ લીધો. સંસ્થાના કેટલીક વ્યક્તિઓ છે કે જેમના નામનો અહીં ઉલ્લેખ કરવા ઇચ્છું છું કારણ કે તેમનો સતત સહયોગ અને માર્ગદર્શન વિના આ સંભવ ન હતું. ડો. બાવીશી, ડો. પૂર્વી, ડો. બિનલ અને સમગ્ર નર્સિંગ સ્ટાફને ધન્યવાદ.
– એકતા અને હાર્દિક