સંતાન પ્રાપ્ત કરીને પારિવારિક જીવન શરૂ કરવું એ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે જેના માટે વિશેષ આયોજન જરૂરી છે.
વ્યંધત્વ પીડિત દંપતીઓની સમસ્યા, તેની સારવાર માટેના વિકલ્પો, એ વિકલ્પોની સફળતા માટે પરિણામો અને અસરોની સંપૂર્ણ સમજ સાથે આગળ વધવું એ જ શ્રેષ્ઠ અભિગમ ગણાવી શકાય. આ જ અભિગમ અપનાવીને બાવીશી ફર્ટિલિટી ક્લિનિકે એક હજારથી વધુ સફળ શસ્ત્રક્રિયાઓ કરી છે.
બાવીશી ફર્ટિલિટી ક્લિનિકમાં એક જ છત હેઠળ તમામ ટેકનોલોજી અને સારવાર ઉપલબ્ધ છે. જો કે, એ ટેકનોલોજીનો ઉપયોગ દરેક દર્દીની સારવારમાં પ્રમાણસરનો કરવામાં આવે તો સફળતાનો દર ખૂબ ઊંચો આવે છે.
અમે સારવારમાં કાળજીપૂર્વકના વિકલ્પો અને ઇન્જેક્શન્સની ભલામણ કરીએ છીએ કે જે તમારા વ્યક્તિગત કિસ્સામાં વધારાના ખર્ચ માટે યોગ્ય હોય.
બધા જ ક્લિનિકલ અને આઇવીએફની પ્રયોગશાળાના મુખ્ય નિર્દેશિત એકમ (કેપીઆઇ)ની સતત દેખરેખ રાખવામાં આવે છે. તેનાથી પ્રાપ્ત થયેલા આંકડા સારવારની પસંદગી માટે નિર્ણાયક બની રહે છે. તેથી જ દર્દીના કલ્યાણ માટે અમે દરેક દર્દીની નાનામાં નાની વિગતની પણ નોંધ રાખીએ છીએ
અમારાં આઇવીએફ ક્લિનિકની લેબમાં ગર્ભાધાન, ગર્ભ રચના, ગર્ભ ગુણવત્તા વગેરે જેવાં ‘કી પરફોર્મન્સ ઇન્ડિકેટર’ (કેપીઆઇ) – મુખ્ય પાસાંઓનું નિરિક્ષણ કરી તેની નોંધ રાખવામાં આવે છે. આ સર્વે આંકડાઓ પરથી કઇ સારવાર આપવી જોઇએ તે નિર્ણય લઇ શકાય છે. આ દેખરેખને કારણે જો આમાંનું કોઇ પણ પાસુ જો ગર્ભધારણને અવળી અસર કરવાની શક્યતા હોય તો સત્વરે તેનો નિવારણ થઇ શકે છે.
સચોટ અને શ્રેષ્ઠ સારવારની પસંદગી એ જ તમારી સફળતાની શરૂઆત છે
આઇવીએફની પ્રત્યેક ક્ષણની દેખરેખ તમારા ગર્ભધારણ પ્રક્રિયામાં સચોટ સફળતાની આગાહી કરવામાં મદદરૂપ બને છે. ગર્ભની ગુણવત્તા, તેની સંખ્યાને આધારે શરૂઆતમાં ગર્ભ પત્યારોપણ પર આઇવીએફની સફળતા અંગે ચોક્કસ અનુમાન કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ માહિતી સારવાર દરમિયાન ફેરફાર કરવામાં મદદ કરે છે જેનાથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે.
વિસ્તૃત ડેટા, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે પરંપરાગત તબીબી પ્રણાલીઓ સમૂળગી બદલાઇ ગઇ છે. બાવીશી ક્લિનીક અધ્યતન ટેકનોલોજીની બાબતે જરા પણ પાછળ નથી. ઇન્ટરનેટ ઓફ થીંગ્સ (આઇઓટી) જેવી અધ્યતન ટેકલનોલોજીનો અહીં બહોળો ઉપયોગ થાય છે.
અમારે ત્યાં મોટાભાગની પ્રક્રિયા સ્વયંસંચાલિત (ઓટોમેટેડ) ઢબે હાથ ધરાય છે. આઇઓટી (ઇન્ટરનેટ એન્ક થીંગ્ઝ) ની મદદથી મોટાભાગની પ્રક્રિયા હાથ ધરાય છે. આ ટેકનોલોજીની મદદથી દંપતીઓ સારવારના વિકલ્પ પસંદ કરે છે. બાવીશી ફર્ટિલીટી ક્લિનનિકમાં કોઇ ચૂક ન થઇ જાય તેની પૂરેપૂરી કાળજી રાખવામા આવે છે અને સારવાર કિફાયતી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
અમારે ત્યાં સારવારના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે જેમાંથી પેશન્ટ અનુકૂળ વિકલ્પ પસંદ કરતા હોય છે. તેમણે પસંદ કરેલા વિકલ્પને યોગ્ય રીતે ચકાસીને તેમના પસંદ કરાયેલા વિકલ્પ દ્વારા ઇચ્છિત પરિણામો કઇ રીતે મળી શકશે તેની સમજણ આપવામાં આવે છે. અમારા કેન્દ્રોથી દૂર રહેતા દર્દીઓ માટે, અમે સારવારની યોજના કરીએ છીએ જેથી મોટાભાગની સારવાર તમે તમારા શહેર અથવા ગામમાં કરી શકો અને કિલનિકમાં માત્ર સારવારની પ્રોસિજર – પ્રકિયા પૂરતું જ આવવું પડે છે. છે ને સ્માર્ટ ટાઇમ સેવિંગ્સ ટેકનિક!
અમારા અનુભવને કારણે અમે તમારી પસંદગીને અનુરૂપ સારવારનું આયોજન કરી શકીએ છીએ. નાનાં નાનાં ઓફિસનાં કામો અને સામાજીક કૌટુંમ્બિક કામોમાં હાજરી આપવાને માટે પારિવારિક જીવન શરૂ કરવાનાં તમારાં નિર્ણયમાં વિલંબ કરશો નહીં.
પેશન્ટસનો સમય પણ ડોક્ટર્સના સમય જેટલો જ મહત્વનો હોય છે. અમારી ટીમ વિશેષ કાળજી લઇને પેશન્ટની કેસ હિસ્ટરી, રિપોર્ટસ અને પ્રિસ્ક્રિપ્શન અગાઉથી તૈયાર રાખે છે. એટલું જ નહીં, પરંતુ મુલાકાત સમયે ડોક્ટર-પેશન્ટની વચ્ચે જે પણ ચર્ચા- વિચારણા થઇ હોય તેની સંપૂર્ણ નોંધ રાખે છે (પણ તૈયાર X) જેના આધારે દર્દીની તે પછીની મુલાકાત અને સારવારનું આયોજન થઇ શકે છે.
બાવીશી ફર્ટિલિટી ક્લિનિકમાં સૌથી ઓછા ખર્ચે ઉત્તમ સારવાર ઉપલબ્ધ છે. બીએફઆઇમાં ઉત્તમ પ્રકારનાં સંસાધનોનો ઉપયોગ થાય છે છતાં ખર્ચ મર્યાદિત હોય છે. તેનું કારણ અમારું ગણતરીપૂર્વકનું આયોજન છે.
નાના – મોટા દરેકને પોસાય તેવા સ્માર્ટ પેકેજ અમે તૈયાર કર્યા છે.
અમે એવા પણ પેકેજ તૈયાર કર્યા છે જેમાં એકથી વધારે સારવાર માટેના પ્રયત્ન લઈ શકાય જેના કારણે ગર્ભધારણની શક્યતા વધી શકે છે.
અમારી ત્રણ પ્રયત્નના પેકેજ થ્રી સાયક્લ પેકેજ લઇને ગર્ભધારણની શક્યતા ત્રણ ગણી વધારો અથવા સુરક્ષા કવચ પેકેજ સાથે સંપૂર્ણ શાંતિનો અનુભવ કરો.
જો આપને આઇવીએફ સારવારની સફળતા માટે શંકા હોય અથવા આગળ આપનું આઇવીએફ સાઇકલ ફેલ ગયું હોય માટે તો તમારા માટે સુરક્ષા કવચ પેકેજ શ્રેષ્ઠ છે. આ પેકેજમાં સંતાન પ્રાપ્તિ માટે એકથી વધુ પ્રયત્ન સામેલ છે જેથી આપને તંદુરસ્ત બાળક મળવાની શક્યતા ખૂબ જ વધુ રહે.
બાવીશી ફર્ટિલિટી ક્લિનિક દ્વારા ઓફર કરેલા આ પેકેજ વિશે વધુ જાણકારી મેળવવા અમારી મુલાકાત લો.
‘ડિજિટલ પેમેન્ટ કર્તા હૈ ઇન્ડિયા’ અને બાવીશી ફર્ટિલિટી ક્લિનિક પણ સ્માર્ટ અને સલામત પેમેન્ટ વિકલ્પ પૂરા પાડે છે. કારણ, તમારી સગવડ અમારી પ્રાથમિકતા છે. તમારું બજેટને અનુકૂળ રહે તે માટે 0% વ્યાજે સરળ EMI ઉપલબ્ધ છે.
તમારા બજેટ પ્લાનિંગને સરળ બનાવવા દર્દીઓ માટે 0% વ્યાજ પર સરળ EMI ઉપલબ્ધ છે.
અમે હોસ્પિટલની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને હોસ્પિટલનો એક પણ ખૂણો નક્કામો પડવા દીધો નથી. રિસેપ્શન, બિલિંગ, વોર્ડ્સ, નર્સિંગ સ્ટેશનો, ફાર્મસી, લેબ અને કેન્ટિન જેવા વિભાગોને ‘પેશન્ટ સેન્ટ્રિક’ બનાવ્યા છે જેથી દર્દીઓને એક જગ્યાએથી બીજી જગ્યએ જવા-આવવાની સરળતા રહે.
આધૂનિક તબીબી વિજ્ઞાનમાં, પહેલાં નિદાન અને પછી સારવાર હોય છે. નિદાન એ સારવારનો આધાર છે. તમે વર્ષોથી જે સમસ્યા શોધી શક્યા નહોતા તે સમસ્યાનું નિદાન અલ્ટ્રાસાઉન્ડ દ્વારા અમારા નિષ્ણાતો એક ઝાટકે કરી આપશે. એક પછી એક કારણનું નિદાન કરતાં કરતાં વંધ્યત્વના મૂળ કારણ સુધી પહોંચી અને પછી તેને અનુરૂપ સારવાર નક્કી થાય છે.
જે પણ ટેસ્ટ કરાવવાના હોય તેનું સ્પષ્ટ કારણ સમજાવીને પછી જ ડોક્ટર એ સારવાર હાથ ધરશે. તમારા કેસમાં વંધ્યત્વનું મૂળ કારણ શું છે તે સમજાવી તેના આધારે તમારા માટે સૌથી યોગ્ય સારવાર કઇ છે અને તેનાથી કેટલા અંશે સફળતા મળશે તેની સ્પષ્ટ સમજણ આપવામાં આવશે. એટલું જ નહીં પણ સારવારના દરેક તબક્કાને યોગ્ય રીતે સમજાવશે.
અન્ય કોઇથી નહીં પરંતુ બાવીશી ફર્ટિલિટી ક્લિનિક દ્વારા ઓફર કરાયેલા પેકેજ અંગેની વધુ માહિતી મેળવવા અમારો સંપર્ક કરો.
WhatsApp us