અમારો ગુરુમંત્રઃ “સૌ પ્રથમ સલામતી”, “સૌની સલામતી”
દરેક બાવીશી ફર્ટિલિટી ક્લિનિકમાં, માત્ર દર્દીનું જ નહીં પણ જન્મનાર બાળકની સલામતીનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
અમારી સિક્યોરિટી સિસ્ટમ, એઆરટી સારવાર દરમ્યાન, પેશન્ટની પ્રથમ મુલાકાતથી લઈને ગર્ભાવસ્થા સુધી, તેમના તમામ સેમ્પલનું સચોટ ટ્રેકિંગ અને સલામતીની ખાતરી આપે છે.
અમારી ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબની પ્રક્રિયાઓમાં સહેજ પણ જોખમ લેવામાં આવતું નથી. અમે આઈવીએફ ગ્રેડના પાણી અથવા ફ્રોસ્ટ રેઝિસ્ટન્ટ લેબલ્સ દ્વારા સચોટ લેબલિંગ કરીએ છીએ જેથી શંકાને કોઇ સ્થાન રહેતું નથી અને જરા પણ શંકા ઊભી થવાની શક્યતા હોય તેવી બાબતોનું કડક નિયંત્રણ કરીએ છીએ.
આટલી ચોકસાઇ અમે રાખી શકીએ છીએ તેનું સંપૂર્ણ શ્રેય અમારી આઈવીએફ લેબોરેટરીની ટીમને જાય છે, જટિલ પ્રક્રિયાઓમાં અમે સવિશેષ કાળજી રાખીને બમણી ખાત્રી કરીએ છીએ . આ તબક્કામાં હંમેશાં બે વ્યક્તિની હાજરીમાં જ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, ઉદાહરણ તરીકે, ટેકનિશિયન એક પગલું ભરે છે અને બીજી વ્યક્તિ દરેક વસ્તુની દેખરેખ રાખે છે. જેથી કોઇ પણ ચૂક ન થાય.
આ ડબલ-ચેક અનેક સ્તરે કરવામાં આવે છે: સ્પર્મ ફ્રિઝીંગ, કેપેસિટેશન, ઓસાઇટ રિકવરી, ઇન્સેમિશન, માઇક્રો-ઇંજેક્શન, ગર્ભ સ્થાનાંતરણ, ક્રાયોપ્રેઝર્વેશન, વગેરે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં ક્યાંય પણ કોઇ ચૂક ન થાય તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે.
શરીરના પ્રવાહી દ્વારા ફેલાય તેવા સંભવિત ચેપ માટે સારવાર લઈ રહેલા દરેક દંપતિનું ફરજિયાત પરિક્ષણ કરવામાં આવે છે.
જે સેમ્પલમાં ઇન્ફેક્શનની શક્યતા હોય તેને અલગ કન્ટેનર અને અલગ પાત્રમાં ફ્રીઝ કરીને રાખવામાં આવે છે.
પેશન્ટ્સ હંમેશા આઈવીએફ દરમિયાન તેમની સલામતી અને કોઈપણ પ્રક્રિયાની સંભવિત આડઅસરો વિશે ચિંતિત હોય છે. તમારી સંપૂર્ણ સલામતી માટે અમે ફાયર એલાર્મ, સીસીટીવી, સુરક્ષાકર્મીઓ અને અન્ય સુરક્ષાની સેવાઓ હાજર રાખીએ છીએ.
ઓપરેશન થિયેટર, એનેસ્થિસિયા તેમજ અન્ય સાધનો હમેશાં સલામતીના ધોરણો કરતાં પણ વધારે ગુણવત્તા ધરાવતા હોય છે.
જી, હા, BFI એ OHHSથી સંપૂર્ણપણે મુક્ત છે!
આઈવીએફ એક જટિલ પ્રક્રિયા છે તેથી તેમાં કેટલીક અડચણો આવી શકે છે. તેમાંથી સૌથી અગત્યનું છે ઓવેરિયન હાયપર સ્ટિમ્યુલેશન સિન્ડ્રોમ – OHSS. વર્ષોના અનુભવ અને નવીનતાએ BFI ને OHSS મુક્ત ક્લિનિક બનાવ્યું છે. બીએફઆઇ માટે આઈવીએફ એક સરળ પ્રક્રિયા છે. અમે OHSSનું અનુમાન કરી શકીએ છીએ. એટલે તેનો ઉપાય કરીને સુરક્ષા કવચ તૈયાર કરીને પ્રક્રિયા હાથ ધરીએ છીએ.
કોઇ પણ વસ્તુ ન હોવાથી મુશ્કેલી લાગે છે તેમ વધારે પડતી માત્રામાં આવી પડે તો પણ મુશ્કેલી સરજે છે. વાસ્તવમાં સંતુલન રહેવું જોઇએ. IVFની સારવારમાં વધારે બીજ બને તેવી દવાઓ આપવામાં આવે છે.
ક્યારેક આવી દવાઓનો વધારે પ્રતિભાવ મળે છે. જેને ઓ એચ એચ એસ (OHSS) કહે છે. IVFની સારવારમાં વપરાતી દવાઓમાં ગોનેડોટ્રોપિન્સ, FSH (કોલિકલ સ્ટિમ્યુંલેટિંગ હીર્મોન અને LH (લ્યુટીનાઇઝિંગ હાર્મોન)નો સમાવેશ થાય છે, જે ઇન્જેક્શન સ્વરૂપે અપાય છે.
આ માપદંડ અમને અંડાશયના સ્ટીમ્યુલેશનથી માંડીને સ્ત્રીબીજ ક્યારે શરીરની બહાર કાઢવા, ગર્ભને ક્યારે ટ્રાન્સફર કરવા – ફ્રેશ ગર્ભનો ઉપયોગ કરવો કે થીજવેલા ગર્ભને ઉપયોગમાં લેવા ત્યાં સુધીના નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ ધોરણો તમામ કેન્દ્રો પર સમાનરૂપે અનુસરવામાં આવે છે. અમે ગર્વથી કહી શકીએ કે છેલ્લાં 10 વર્ષથી વધારે ગાળામાં OHSSનો એક પણ ગંભીર કેસ કેસ બન્યો નથી.
નેશનલ એક્રિડિશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ (એનએબીએચ) એ હોસ્પિટલોના માનક માપદંડોને ચકાસવા અને તેને માન્યતા આપતીL એક ટોચની સંસ્થા છે. પેશન્ટ્સની સલામતી માટે માળખાગત સુવિધાઓ અને પ્રોટોકોલ અને એસઓપી માટે કડક ધારાધોરણ ધરાવે છે. અમારા કેન્દ્રો એનએબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત છે અથવા એ પ્રક્રિયા હેઠળ છે.
સંપૂર્ણ સલામતી અને સારા પરિણામો માટે અમે વિશ્વસ્તરે સ્વીકૃતિ પામેલ સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી મશીનો તેમજ તેટલા જ ઉત્કૃષ્ટ આઇવીએફ લેબના સાધનોનો ઉપયોગ સારવાર માટે કરીએ છીએ.
કોઇ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના લાગે એ હેતુથી ઓપરેશન થિયેટર અને લેબોરેટરીને નિયમિત પણે ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. સંવેદનશીલ જગ્યાઓ પર બેકટેરિયાનું ઇન્ફેક્શન ના થાય તે માટે વારંવાર તકેદારી રાખવામાં આવે છે.
NABH ના ધારાધોરણો મુજબ ટીમ નિયમિતપણે તમામ સાધનોનું નિરીક્ષણ કરતી રહે છે.
બાવીશી ફર્ટિલિટી ક્લિનિક અસિસ્ટેડ રિપ્રોડક્શનની પ્રક્રિયાની સંપૂર્ણ સલામતીની પૂરેપૂરી ખાતરી આપવા માટે જરૂરી બધા જ નિયંત્રણો અને પ્રોટોકોલનો ચૂસ્ત અમલ કરે છે, ખાસ કરીને:
હવાની ગુણવત્તા આઈવીએફ લેબ, ઓપરેશન થિયેટરના તાપમાન અને ભેજ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વની છે. એર ક્વોલિટી યોગ્ય ન રહે તો એગ, સ્પર્મ અને એમ્બ્રોયને નુકશાન પહોંચી શકે છે. અમારી આઈવીએફ લેબ્સમાં 1000 પ્યોર એર સિસ્ટમ્સ છે જે યુરોપિયન ધોરણો કરતા દસ ગણી વધુ શુદ્ધ હવા પ્રદાન કરે છે.
અમારી આઈવીએફ લેબમાં, બધા જ સેમ્પલની કાર્યવાહી લેમિનર ફ્લો હૂડમાં એટલે કે ફેન હૂડમાં કરવામાં આવે છે.
આ હૂડમાં ઉપર HEPA ફિલ્ટર્સ છે, જે સેમ્પલ તેમજ કર્મચારીઓને કોઇ ચેપ ન લાગે એ માટે હવાને ફિલ્ટર કરે છે. હવામાંનાં કોઈપણ કણોને સેમ્પલના સંપર્કમાં ન આવે તે માટે હવાનો પ્રવાહ આડો રાખવામાં આવે છે.
અમે ગર્ભને સુરક્ષિત રાખવા માટે અધ્યતન ટ્રાઇ ગેસ ઇન્ક્યુબેટર્સનો ઉપયોગ કરીએ છીએ. અમારા ઇન્ક્યુબેટર્સ સ્માર્ટ એલાર્મ સિસ્ટમ સાથે જોડાયેલા છે. આ સિસ્ટમ તાપમાન અને એઆઈAIની મદદથી CO2 જેવા વિવિધ વાયુઓના સ્તર જેવા મહત્વપૂર્ણ પરિમાણોનું નિરીક્ષણ કરે છે. કોઈપણ સમયે કોઈપણ વધઘટ થાય તો તરત જ એમ્બ્રોયોલોજી ટીમને તેની જાણ થઇ જતી હોય છે.
અમારી આઇવીએફ લેબના વિશાળ સ્ટાફને કારણે અમે દરેક બાબતોને ડબલ ચેક કરી શકીએ છીએ. પુરુષ અને સ્રી ગેમેટ્સ (બીજ) અને ગર્ભ પરિક્ષણમાં ડબલ ચેક જરૂરી છે.
દરેક મહત્વપૂર્ણ પ્રક્રિયા કે જેમાં એક કવરસ્લિપથી બીજામાં સેમ્પલ પસાર કરવામાં આવે છે તે હંમેશાં બે લોકોની હાજરીમાં હાથ ધરાય છે, એટલે કે ટેકનીશીયન જે પ્રક્રિયા હાથ ધરે છે તેના પર બીજી એક વ્યક્તિ પણ ધ્યાન રાખે છે જેથી કરીને કોઇ ચૂક ન થઇ જાય.
સ્પર્મ ફ્રીઝીંગ, સ્પર્મ કેપેસિટેશન, ઓસાઇટ રીકવરી, ઇન્સેમિનેશન, માઇક્રોઇન્જેકશન, એમ્બ્રયો ટ્રાન્સફર, ક્રાયોપ્રિઝરવેશન જેવા અનેક તબક્કે ડબલ ચેક કરવામાં આવે છે: એ બધી જ પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવામાં આવે છે.
સેમ્પલ્સનું તાપમાન સામાન્ય તાપમાન એટલે કે 37 ડિગ્રી સેલ્સિયસ જાળવી રાખવું જરૂરી છે. અમારી લેબ એવી એલાર્મ સિસ્ટમથી સજ્જ છે જે બહારના તાપમાનન લેવલ પર નજર રાખે છે. જો તાપમાન સામાન્યથી થોડું પણ આઘું પાછું થાય તો એલાર્મ વાગે છે.
આઈવીએફની ટેકનીક ઘણી પ્રચલિત બની છે. અનેક લોકો આઇવીએફ પસંદ કરે છે. આ બાબાત પોતે જ સિદ્ધ કરે છે કે આઇવીએફ એક સલામત અને સુરક્ષિત પ્રક્રિયા છે.
આઇવીએફની સારવાર કરાવતાં પહેલાં લોકોને માતા તેમજ બાળકની સલામતી માટે ચિંતા રહે છે. દવાની આડઅસર, ગર્ભાવસ્થાની જટિલતા, બાળકની તંદુરસ્તી, બાળકમાં કોઈ આનુવંશિક અથવા અન્ય ખોડ-ખાંપણ, ભણવામાં કોઇ ઉણપ, સામાજીક અને દાંપત્ય જીવનમાં કોઇ મુશ્કેલી જેવી અનેક બાબતો તેમને મુંઝવતી હોય છે.
દર્દીઓ દવાઓની આડઅસર અને કેન્સરના જોખમને લઈને પણ ચિંતિત હોય છે. પરંતુ એ દવાઓની કોઈ લાંબા ગાળાની આડઅસર હોતી નથી. આઇવીએફ સારવારનો ડેટા જોતાં જણાય છે કે આ પ્રક્રિયાથી કેન્સરનું જોખમ વધતું નથી પરંતુ વધુ અને વધુ કેન્સરના દર્દીઓ કાં તો તેમની પ્રજનનક્ષમતા જાળવી રાખવા અને કેન્સરની સારવાની અસર તેના પર ના થાય તે માટે સ્ત્રીબીજ થીજવીને ભવિષ્યમાં આઇવીએફ પ્રક્રિયાથી સંતાન પ્રાપ્તિ ઇચ્છે છે.
વૈશ્વિક મહામારી દરમિયાન બીએફઆઇ સલામતીનું વિષેશ ધ્યાન રાખ્યું છે.
જો પેન્ડેમિકને કારણે તમે સારવારમાં વિલંબ કરવાનો વિચાર કરતા હોવ તો એ ના કરશો. કારણ નિષ્ણાતોનું માનીએ તો વીતી ગયેલો અવસર ફરી ક્યારેય આવતો નથી.
ગર્ભને ઇન્કયુબેટરમાંથી ત્યારેજ બહાર કાઢવામાં આવે છે જ્યારે તેના પર કોઇ પ્રોસિજર કરવાની હોય. પેશન્ટનું નામ અને તેની ઓળખની ખાત્રી કરવા માટે ડબલ ચેકિગ કરવામાં આવે છે.
એક ગર્ભને વિકસાવવો કે બે ગર્ભને વિકસાવવા એ માતા-પિતા નક્કી કરે છે. કેટલાક પેરન્ટસને ટ્વીન મેળવીને બમણો આનંદ મેળવવો હોય છે તો કેટલાકને એક સમયે એક જ બાળકને ઉછેરવું હોય છે.
તમારે એક ગર્ભ રાખવો છે કે બે એ નિર્ણય તમારો હશે. બીએફઆઇ સિંગલ એમ્બ્રીયો ટ્રાન્સફર – ઇસેટના પ્રોટોકોલનો વિકલ્પ પૂરો પાડે છે. ઇ-સેટ પ્રોટોકોલની મદદથી એકથી વધારે પ્રેગ્નન્સી અને તેની આડઅસર ટાળી શકાય છે. એક અંદાજ પ્રમાણે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દરમિયાન બે ગર્ભાવસ્થાનો સરેરાશ દર 20% છે. ઇ-સેટની સુવિધાની મદદથી ફક્ત શ્રેષ્ઠ ગર્ભને તારવીને ઉપયોગમાં લઇ શકાય છે.આઇ-સેટ પ્રોટોકોલની મદદથી ગર્ભને અલગ કરીને ઇમ્પ્લાટ કરવાનો વિકલ્પ રહે છે અને એકથી વધારે ગર્ભધારણ અને તેની સાથે જોડાયેલ સમસ્યાઓને નિવારી શકાય છે.
રિપ્રોડક્ટીવ મેડિસિનની અધ્યતન ટેકનિક અને ફર્ટિલિટીના ક્ષેત્રમાં BFI ના વિશાળ અનુભવને કારણે, બીએફઆઇની સલામત સારવારની સફળતાનો આંક સતત ઉપર જઇ રહ્યો છે.
અત્યારે જ અમારો સંપર્ક કરો.
વંધ્યત્વને કારણે તમારા જીવનને અંધકારમય બનાવશો નહીં. બાવીશી ફર્ટિલિટી ક્લિનિકની સલામત અને સફળ સારવાર અપનાવો.
WhatsApp us