આઇવીએફની સફળતામાં સૌથી મોટો પડકાર ગર્ભાશયમાં મૂકવા માટે સર્વશ્રેષ્ઠ ગર્ભની પસંદગી કરવાની હોય છે જે એક સામાન્ય બાળક રૂપમાં વિકસિત થશે. ગર્ભનું સ્થાપન નહીં થવાનું મુખ્ય કારણ ગર્ભની આનુવાંશિક અસામાન્યતા છે.
કયો ગર્ભ સૌથી શ્રેષ્ઠ છે, તે નક્કી કરવા માટે નિર્દેશક માપદંડો છે, જેમાં ગર્ભના વિકાસની ગતિ, ગર્ભની ગુણવત્તા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
બ્લાસ્ટોસિસ્ટ સ્તર સુધી આઇવીએફ લેબમાં ગર્ભનું વિકાસ – બ્લાસ્ટોસિસ્ટ પ્રણાલી, પ્રિઇન્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ – પીજીએસ – પીજીએસ-એ આ બે સૌથી ઉત્તમ વિકલ્પો છે. પીજીએસની તુલનામાં બ્લાસ્ટોસિસ્ટ પ્રણાલીના ઘણા લાભો છે. તે ગર્ભ ને ઇજા કરતી નથી. તેની પ્રક્રિયા સરળ અને કિફાયતી છે. તેની મર્યાદા એ છે કે ગર્ભની વાસ્તવિક આનુવાંશિક બંધારણ વિશે જાણવા મળતું નથી
જ્યારે એક ગર્ભ પાંચથી છ દિવસનો થાય છે, તો તે વિકાસના એક ચરણમાં પહોંચે છે જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવામાં આવે છે. કુદરતી ગર્ભાવસ્થામાં, શુક્રાણુઓ ફેલોપિયન ટ્યૂબમાં સ્ત્રીબીજ ને ફલિત કરે છે. ગર્ભ ફોલોપિયન ટ્યૂબમાં ધીરે ધીરે ગર્ભાશયની તરફ આગળ વધે છે. આ ગર્ભ બ્લાસ્ટોસિસ્ટ ચરણમાં પહોંચે ત્યારે ગર્ભાધાનના 4થી 6 દિવસો પછી ગર્ભાશય- એન્ડોમેટ્રીયમમાં પહોંચે છે.
વિકાસના બીજા અથવા ત્રીજા દિવસે સારા દેખાતા તમામ ગર્ભ આગળ વિકસિત નથી થઇ શકતા. જો વધુ દિવસ લેબોરેટરીમાં વિકાસ કરવામાં આવે તો તેમાંના ફક્ત સારી ગુણવત્તાવાળા ગર્ભ જ આગળ વિકસિત થઇ શકે છે અને બ્લાસ્ટોસિસ્ટ ચરણ સુધી સફળતાપૂર્વક પહોંચી શકે છે. બાકીના ગર્ભનો વિકાસ અલગ અલગ તબક્કે અટકી જાય છે. તે જાણવું મુશ્કેલ છે કે કયા ગર્ભ બ્લાસ્ટોસિસ્ટ ચરણ સુધી પહોંચી શકશે.
અમે એક અથવા બે બ્લાસ્ટોસિસ્ટની પસંદગી કરી ગર્ભાશયમાં મૂકીએ છીએ અને પછી પણ એક ઉત્તમ ગર્ભાવસ્થાનું પરિણામ મેળવી શકીએ છીએ. તેને બ્લાસ્ટોસિસ્ટ પ્રણાલી કહે છે.
‘બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ’માં અમે દરેક સારવારના પ્રયત્ન માં પરિસ્થિતિને અનુરૂપ બ્લોસ્ટોસિસ્ટ પ્રણાલીને પ્રોત્સાહિત કરીએ છીએ.
WhatsApp us