એઝોસ્પેર્મિયા – અર્થ એ થાય છે કે સ્ખલિત વીર્યમાં શુક્રાણુની ગેરહાજરી. આ પરિસ્થિતિમાં પુરુષ વંધ્યત્વ થાય તે સ્પષ્ટ છે કેમકે શુક્રાણુની અનુપસ્થિતિમાં ગર્ભધાન સંભવિત નથી. એક વિશ્વસનીય લેબોરેટરીમાં ઓછામાં ઓછા ત્રણ વીર્ય પરિક્ષણો દ્વારા નિદાનની પૃષ્ટિ કરવી મહત્વપૂર્ણ છે.
પુરૂષોમાં એઝોસ્પેર્મિયા સફળતાપૂર્વક ઇલાજ કરવાનો અને તેને ખૂદ પોતાના શુક્રાણુઓ સાથે પિતા બનવા માટે મદદ કરવોનો વિશાળ અનુભવ બીએફઆઇને છે. અઘરામાં અઘરા કેસમાં પણ જ્યારે સફળતાની ખૂબ ઓછી હોય તેમ છતાં જરૂર પ્રમાણે ખૂબ જ મહેનત કરી પોતાના જ પુરુષ બીજ થી ગર્ભધારણ થાય તેઓ પ્રયત્ન કરવામાં આવે છે . દવાઓ, સર્જીકલ સારવાર, આઇવીએફ આઇસીએસઆઇ અથવા સંયુક્ત સારવાર પ્રત્યેક દંપતી ની જરૂર પ્રમાણે કરવામાં આવ્યા છે.
પૌરૂષત્વ, દાઢી-મૂછં અને માંસપેશીનો સામાન્ય વિકાસ, સંભોગ કરવામાં ક્ષમતા એ શુક્રાણુની ઉપસ્થિતિ દર્શાવતું નથી. વીર્યની માઇક્રોસ્ક્રોપિક પરિક્ષણ જ વીર્યમાં શુક્રાણુંઓની હાજરીનું નિદાન કરી શકે છે.
કેટલાય એવી દંપતી છે કે જેમાં એઝોસ્પેર્મિયા ધરાવતા પુરૂષોએ પોતાના સ્વયંના શુક્રાણુઓ દ્વારા પોતાના સંતાનોના પિતા બની શક્યા છે. જો એઝોસ્પેર્મિયા ની પૃષ્ટિ થઇ જાય તો કારણનું નિદાન કરવું અને દવાઓ, સર્જરી અથવા એઆરટી – આઇવીએફ અને આઇસીએસઆઇની સાથે ઉપચારની સંભાવનાનું મૂલ્યાંકન કરવાની આવશ્યકતા હોય છે, વાસ્તવમાં સાચું નિદાન અને સારવાર માટે વિશેષજ્ઞ અને અનુભવી કેન્દ્રની પસંદગી મહત્વપૂર્ણ બને છે.
જે દંપતીઓએ સ્વેચ્છાએ કુટુંબ નિયોજન માટે નસબંધી (શુક્રાણુંને વહન કરતી નળીને બંધ કરવી ) ઓપરેશન કરાવ્યું હોય તેઓ પણ બંધ કરાવેલી નળીને ફરીથી ખોલાવી અથવા તો આઇવીએફ – આઇસીએસઆઇ દ્વારા સંતાન પ્રાપ્તિ કરી શકે છે.
જ્યાં સુધી બંને ગોળીની બાયોપ્સી કરી અને તપાસ ના થાય ત્યાં સુધી પુરુષ બીજ મળવાની શક્યતા નકારી શકાતી નથી.
વ્યંધત્વ નિવારણ સારવાર દરમિયાન એઝોસ્પેર્મિયાનું નિદાન કરવામાં આવે છે. વીર્યની માઇક્રોસ્કોપિક તપાસમાં આ નિદાન થાય છે .
જો પ્રાથમિક માઈક્રોસ્કોપિક તપાસમાં પુરુષ બીજ ના દેખાય તો વીર્યના નમુનાને ખૂબ જ ઝડપથી ફેરવવામાં-સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે અને માઈક્રોસ્કોપમાં જોવામાં આવે છે. સેન્ટ્રીફ્યુઝ કર્યા પછી પણ પુરુષ બીજ ના દેખાય તો નિદાનની પુષ્ટિ કરવા માટે બે થી ત્રણ મહિનાના સમયાંતરે બે થી ત્રણ રિપોર્ટ કર્યા પછી નિદાન ફાઈનલ ગણવામાં આવે છે. શુક્રાણુ બનવાનો સમય 72 દિવસનો હોય છે જેથી આ પ્રમાણે નિદાન ની સલાહ આપવામાં આવે છે
નિદાનને સુધારવા અને એઝોસ્પેર્મિયાનું કારણ ઓળખવા માટે વિભિન્ન વધારાનું પરિક્ષણ કરાય છે.
દર્દીમાં હોર્મોન્સ ની ઉણપ હોય તેને ઇન્જેક્શન સ્વરૂપમાં હોર્મોન્સ આપી શકાય છે .આ હોર્મોન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી લેવા પડે છે કેમકે શુક્રાણું બનવાની સાયકલ ત્રણ મહિનાની હોય છે .
તે ઓછામાં ઓછા 3 મહિના માટે આપવાનું રહેશે અને પ્રગતિ મુજબ ચાલુ રાખી શકાય છે.
તે યોગ્ય રીતે પસંદ કરાયેલા દર્દીઓમાં ઉત્તમ પરિણામો આપે છે.
સામાન્ય અને કુદરતી શુક્રાણુ ઉત્પાદન સ્થાપિત થયેલ છે.
જ્યારે નિદાન પાક્કું હોય અને યોગ્ય કેસમાં ઇન્જેક્શન આપવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મેળવી શકાય છે, અને કુદરતી રીતે પણ પુરુષ પિતા બની શકે છે .
જ્યારે સારવાર બંધ કરી નાંખવામાં આવે છે તો શુક્રાણુ ઉત્પાદન સ્થગિત થાય છે.
વીર્ય થીજવી શકાય છે. તેનો ઉપયોગ ભવિષ્યમાં પણ કરી શકાય છે કે જ્યારે પણ દંપતી ગર્ભધારણ કરવા ઇચ્છે છે.
જો આવશ્યક હોય તો સારવારનું પુનરાવર્તન કરી શકાય છે.
બીએફઆઇ એ આવા ઘણા દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે, અને કુદરતી રીતે તેમના સંતાનના પિતા બનાવવામાં મદદ કરે છે.
દર્દીની આગળની હિસ્ટ્રી શારીરિક તપાસ અને વીર્યના રિપોર્ટથી ઇન્ફેક્શન-સંક્રમણનું નિદાન થઇ શકે છે.
સંક્રમણ માં કઈ દવા એન્ટિબાયોટિક મદદરૂપ થશે તેની જાણકારી પણ સાથે મેળવી શકાય છે સંક્રમણની સંવેદનશીલતા દવાનું નિદાન થઇ શકે છે.
યોગ્ય દવાનો કોર્સ સંક્રમણને સારું કરવામાં મદદ કરે છે.
વાસ ડિફેર્ન્સ એક લાંબી પાતળી નળી છે, જે વીર્યનું વહન કરે છે, જેમાં શુક્રાણુઓ હોય છે.
વાસ તેની સમગ્ર લંબાઇમાં ક્યાંય પણ અવરોધ ઊભો થઈ શકે છે. આ કારણથી બ્લોકેજ સ્થાન જાણી શકવું ઘણું મુશ્કેલ બની રહે છે.
સુધારાત્મક સર્જરી માટે વાસના મોટાભાગના હિસ્સા સુધી પહોંચવું મુશ્કેલ છે અને જોખમભર્યું પણ છે.
વાસમાં અડચણને દૂર કરી, વાસ ખોલવામાં આવે તો પણ સારા પરિણામો મળી નથી શકતા.
તે એક મોટી શસ્ત્રક્રિયા છે જે ખૂબ જ સુંદર છે અને તેને અસાધારણ કૌશલ્ય અને અનુભવની જરૂર છે.
તે માઇક્રોસ્કોપની મદદ થી માઇક્રોસર્જિકલ ટેકનિકની સાથે કરવામાં આવે છે.
આઇવીએફ આઇસીએસઆઇના આગમન અને તેની ઉત્કૃષ્ટ સફળતા પછી તેને વાસની સર્જરી કરતા વધુ પસંદ કરવામાં આવે છે.
જે દંપતીઓએ સ્વૈચ્છિક નસબંધી-પુરૂષ નસબંધી કરાઇ છે તેઓ નસબંધી ખોલવાની સર્જરી કરી પ્રજનનમાં ઉત્કષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શકે છે.
શુક્રપિંડ ગોળી ની આસપાસ લોહી લઈ જતી નસ ફૂલે તો તેને વેરિકોસેલ કહે છે. વેરિકોસેલ ક્યારેક શુક્રાણુંઓના ઉણપનું કારણ બની શકે છે. ખાસ પસંદ કરેલા જૂજ કિસ્સામાં જ વેરીકોસેલની સર્જરીથી પુરુષ બીજ ના રિપોર્ટમાં સુધારો જોવા મળી શકે છે
પુરુષોમાં ક્યારેક શુક્રપિંડ તેના નિર્ધારિત સ્થાન-વૃષણ કોથળી સુધી પહોંચી શકતા નથી અને પેટમાં અથવા તો પેટની બહારના હિસ્સામાં અટકી જાય છે. જો યોગ્ય સમયે ગોળી ની સર્જરી કરી નિર્ધારી સ્થાન પર લાવવામાં આવે તો આગળ જતા શુક્રાણુ નું ઉત્પાદન થાય તેવી સંભાવના રહેતી હોય છે. પુખ્ત વય થયા પછી સર્જરી કરવાથી ભાગ્યે જ ફાયદો થાય છે
જો વીર્યમાં શુક્રાણું નથી મળી શકતા, પરંતુ પુરૂષના ગોળી-શુક્રપિંડમાં શુક્રાણુ છે, તો અમે તેને નિકાળી શકીએ છીએ, અને ફલન માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. એપિડિડિમિસ અથવા ગોળી-શુક્રપિંડમાંથી ને લઈ અને વાપરી શકાય છે
જો ગોળીની કોશિકાઓમાં શુક્રાણુ દેખાય તો તેને વાપરી શકાય છે અથવા તો અલગ અલગ ડિવાઇસમાં ફ્રીઝ કરી શકાય છે, જેથી એકથી વધુ સારવારના પ્રયત્નોમાં તેને વાપરી શકાય
બાયોપસી એક નાનું ઓપરેશન છે, જેના માટે દાખલ થવું પડતું નથી. ચામડી બહેરી કરીને જ આ ઓપરેશન કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન અમારા નિષ્ણાત ડોક્ટર્સ કરે છે.
ગોળીમાંથી લીધેલા કોશિકાઓ ના નમુના ને ઓપરેશન સાથે સાથે જ અમારી હોસ્પિટલ ની આઈ વી એફ લેબમાં જોવામાં આવે છે . અને શુક્રાણુની ઉપસ્થિતિની માઇક્રોસ્કોપ દ્વારા તપાસ કરવામાં આવે છે. જો શુક્રાણુની હાજરીની જાણ થાય તો, તમામ પુરુષ બીજ નો થીજાવીને સંચય અમારી હોસ્પિટલમાં કરવામાં આવે છે. ( ક્રાયોપ્રિઝર્વેશન). દંપતીને તરત જ શુક્રાણું મળ્યા કે નહીં તેની માહિતી આપવામાં આવે છે.
સ્ત્રીબીજ જ્યારે શરીરમાંથી બહાર લેવામાં આવે ત્યારે, થીજેલા પુરુષબીજ નમૂનાઓમાં એકને પ્રયોગશાળમાં પીગળાવામાં આવે છે. ઉપલબ્ધ પુરુષબીજમાંથી સર્વશ્રેષ્ઠની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવે છે. તમામ પુરુષબીજના નમૂના જેનો ઉપયોગ કર્યો નથી તે થીજેલા રહે છે અને આગળ ઉપચાર માટે ઉપલબ્ધ રાખવામાં આવે છે.
જો એઝુસ્પેર્મિઆ દર્દીના શુક્રપિંડમાં કોઇ શુક્રાણુ મળી ન શક્યા તો, દુર્ભાગ્યવશ પુરૂષ આનુંવાંશિક રૂપથી પોતાના સંતાન થવાની કોઇ આશા રહેતી નથી. આ પરિસ્થિતિમાં પુરુષબીજ દાનમાં લઈ અને સારવાર એકમાત્ર વિકલ્પ રહે છે
બીએફઆઇ સાથે સંકળાયેલ વીર્ય બેન્ક ‘સંતાન આર્ટ બેન્ક’માં સંપૂર્ણ પરિક્ષણ કરાયેલા ઉત્તમ ગુણવત્તાવાળા શુક્રાણુ દાતાઓની એક વિસ્તૃત યાદી ઉપલબ્ધ છે.
જો શુક્રપિંડ નમૂનામાં શુક્રાણુની હાજરીની જાણકારી મળે, તો સ્ત્રીબીજ નું તેનાથી સફળતાપૂર્વક ફલન કરી શકાય છે. આઇસએસઆઇ સારવારની સફળતાનો દર તમારા કિસ્સામાં વીર્ય માંથી મળતા શુક્રાણુની લગભગ બરોબર હોય છે. દરેક સારવારના પ્રયત્નોમાં માં સફળ ગર્ભધારણની ટકાવારી અંદાજિત 55થી 60 પ્રતિશત રહેતી હોય છે જે વ્યંધત્વના અન્ય કારણો ઉપર પણ નિર્ધારિત થાય છે
બીએફઆઇ તમને સર્વોત્તમ સંભવિત સફળતા પ્રદાન કરે છે. શુક્રપિંડ માંથી મળેલા શુક્રાણુને સંભાળવામાં વિશાળ અનુભવની સાથે અમારી ગર્ભવિજ્ઞાનીઓની શ્રેષ્ઠ ટીમ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે .
શુક્રાણું મળવાની સંભાવના ના આધારે શુક્રાણુ મેળવવા માટે વિવિધ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે
બીએફઆઇના પ્રજનન વિશેષજ્ઞો ઓછામાં ઓછી ઓપરેશન પ્રક્રિયા દ્વારા શુક્રાણું મેળવવા માટેની પ્રક્રિયા કરે છે. અને અધિકતમ શુક્રાણુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. સૌ પ્રથમ એક તરફ ની ગોળી ના નમુના નું પરિક્ષણ કરવામાં આવે છે. બીજી બાજુ ત્યારે કરવામાં આવે છે જ્યારે એક બાજુશુક્રાંણુ મળ્યા ન હોય. અમે તમામ કિસ્સામાં યોગ્યતા અનુસાર ઓછામાં ઓછી શસ્ત્રક્રિયા થી શુક્રાણુ મેળવવા માટે પ્રયાસ કરીએ છીએ
શુક્રાણુ નો સંચય કરતી ગ્રંથિ એપિડિડીમિસમાં એક પાતળી સોય નાંખવામાં આવે છે. તેમાં રહેલ પ્રવાહીને ખેંચવામાં આવે છે. જો શુક્રાણું મળે, તો જો જરૂરી હોય તો પૂરતા વધારાના નમૂના લેવામાં આવે છે
કોઇપણ વાઢકાપ, ડ્રેસિંગ અને પાટાપિંડી નહી.
તમે પછીના દિવસથી રોજીંદા કામકાજ કરી શકો છો.
ગોળીમાં એક સોઇ નાંખવામાં આવે છે. ખૂબ જ સરળ અને આસાન રીતે. થોડીક કોશિકાઓ એકઠી કરવામાં આવે છે.
જો શુક્રાણુની પ્રાપ્તિ થાય છે, તો જો જરૂરી હોય તો પૂરતા વધારાના કોષિકાના નમૂના લેવામાં આવે છે કોઇપણ વાઢકાપ, ડ્રેસિંગ અને પાટાપિંડી નહી.
તમે પછીના દિવસથી રોજીંદા કામકાજ કરી શકો છો.
તમે તરત જ સામાન્ય કામ પર પાછા ફરો.
ગોળી પર એક નાનો ચીરો કરી અને કોશિકાઓ તપાસ માટે લેવામાં આવે છે.ખૂબ ઓછી સંખ્યામાં કોશિકો લેવાથી ગોળી ના કાર્ય પર કોઈ અસર થતી નથી.
ઓગળી જાય તેઓ ટાંકો લેવામાં આવે છે, જે જાતે જ રૂસાઈ જાય છે અને તોડાવો પડતો નથી
તમે પછીના દિવસથી રોજીંદા કામકાજ કરી શકો છો.
આ સારવારમાં કરોડરજ્જુ અથવા જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે, આમાં શુક્રપિંડને ઓપરેશન દ્વારા કાપીને ખોલવામાં આવે છે. ઓપરેટિવ માઈક્રોસ્કોપ થી કોશિકાઓની જીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે છે જે કોષિકા ફુલેલી લાગે, ચમકતી લાગે અથવા વધુ સફેદ લાગે તેને પસંદગી કરી તપાસ માટે આઈ વી એફ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. શુક્રપિંડ ના લગભગ બધા જ ભાગની અંદરથી યોગ્ય દેખાતી કોશિકાઓની પસંદગી કરાય છે,
બીએફઆઇ પાસે એક ઉત્કૃષ્ઠ માઇક્રોસ્કોપ, અનુભવી અને વિશેષજ્ઞ એવા માઇક્રોસર્જન છે જે ઓછી મહેનતે વધુ સારા પરિણામ ની તક આપે છે.
WhatsApp us