Bavishi Fertility Institute

પીસીઓએસ

પીસીઓએસનો અર્થ પોલિસિસ્ટક ઓવેરિયન સિન્ડ્રોમ થાય છે. જ્યાં અંડાશયમાં પાણીથી ભરેલી નાની નાની ગાંઠો જોવા મળે છે. પીસીઓએસ એક અંડાશય ગ્રંથિનો વિકાર છે, જે આખાય શરીરની તમામ પ્રક્રિયાઓ પર અસર કરે છે.

પીસીઓએસ તમામ પ્રજનન-વયની મહિલાઓમાંથી 10થી 20 ટકાને પ્રભાવિત કરે છે.

સામાન્ય લક્ષણો

અનિયમિત માસિક (રજોદર્શન)

વ્યંધત્વ

પુરૂષ પેટર્નમાં હાર્મોન્સ વૃદ્ધિને કારણે ચહેરા પર અને શરીર પર વાળનું વધવું ( હિર્સુટિજ્મ ), ખીલ થવા અને પુરૂષ પેટર્નમાં વાળની અછત, ટાલ પડવી.

વજન વધવાની તાસીર હોવી, કોલેસ્ટ્રોલ ની તકલીફ, શર્કરા-સુગર પચાવવામાં તકલીફ સંબંધી સમસ્યાઓ

ગર્ભપાતની સંભાવના વધી જાય છે

પીસીઓએસમાં અંડાશયનું વાતારવરણ સ્ત્રીબીજના વિકાસ અને ઓવ્યૂલેશન માટે અનુકૂળ નથી હોતું, તેમાં ઘણા બધા નાના બીજ હોય છે પરંતુ બીજ મોટા પરિપક્વ થતા નથી અને છૂટા પડતા નથી-ઓવ્યૂલેટ થતા નથી કરતા. કેટલીક વાર પરંતુ કાયમ નહી, અંડાશયની બહારની દિવાલની પાસે સિસ્ટની શ્રેણીને પેટર્નમાં વ્યવસ્થિત કરવામાં આવે છે, જેમાં એક મોટી મજ્જા હોય છે. અંડાશય/અંડાશયમાં પાણીથી ભરેલી નાની નાની ગાંઠો – સિસ્ટનનો સોનોગ્રાફિક દેખાવ પોલીસિસ્ટિક ઓવરીથી ઓળખાય છે. જ્યારે શરીરના અન્ય પ્રક્રિયાઓ પર પણ પ્રભાવ જોવા મળે તો તેને પોલિસિસ્ટક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવાય છે.

નિદાન

પ્રજનન વયની મહિલાઓ માટે, પીસીઓએસના નિદાન માટે નીચે જણાવેલી ત્રણ વિશેષતામાંથી ઓછામાં ઓછી બેની ઉપસ્થિતિ આવશ્યક છે:

  • અનિયમિત રજોદર્શન (માસિક)
  • પુરૂષ પેટર્ન હાર્મોન્સ વધારે હોવાના બ્લડ ટેસ્ટ અથવા શારીરિક લક્ષણો
  • સોનોગ્રાફીમાં અંડાશય પીસીઓ પ્રકારના દેખાવા

ઇલાજ

જીવનશૈલીમાં બદલાવ લાવવો એ પ્રથમક્રમાંકનો ઇલાજ છે. જો મહિલાઓ શરીરનું વજન યોગ્ય-આદર્શ વજન જાળવી શકે, તો તે સૌથી ઉત્તમ છે, આદર્શ બીએમઆઇ 22.5થી ઓછું છે. શરીરના વજનમાં 5થી 10 ટકાનો નાનો ઘટાડો પણ બીજ બનવામાં સુધારો કરી શકે છે.

પ્રજનન ઉપચાર

મોં દ્વારા લેવાની દવાઓ

આ પીસીઓએસ ધરાવતી અંદાજિત 70થી 80 ટકા મહિલાઓમાં ઓવ્યૂલેશન પ્રાપ્ત કરાવી શકે છે. સરેરાશ 50થી 60 ટકા મહિલાઓ આ સારવારથી ગર્ભધારણ કરી શકે છે, બાકી માટે વિશેષ સારવારની જરૂર પડે છે.

સ્ત્રીબીજની વૃદ્ધિ માટે ઇન્જેક્શન

મસ્તિષ્કમાં પ્યુરિટરી ગ્રંથિમાં સ્ત્રાવિત હાર્મોન્સ એફએસએચ અને એલએચ બીજની વૃદ્ધિ અને ઓવ્યૂલેશનને નિયંત્રિત કરે છે. આ બીજના વિકાસ માટે હાર્મન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે. તે વિશેષ રૂપથી સહાયક બની શકે છે. જ્યારે મહિલા મોં દ્વારા લેવાતી દવાઓથી ગર્ભધારણ નથી કરી શકતી અથવા મોં દ્વારા લેવાતી દવાઓની સાથે સ્ત્રીબીજ બનતું નથી તો ઇન્જેક્શન દ્વારા સ્ત્રીબીજ બનાવી શકાય છે. આ ઇન્જેક્શનનો ઉપયોગ કરતા સમયે, વધુ બીજ બની જવાની શક્યતા રહે છે.જે ઓવેરિયન હાઇપરસ્ટિમ્યૂલેશન સિન્ડ્રોમ (ઓએચએસએસ) હોઇ શકે. ઘણી વખત જોડિયા કે તેથી વધુ બાળક રહેવાની શક્યતા રહે છે. આ ઇન્જેક્શન IVF નિષ્ણાત તબીબના માર્ગદર્શનમાં લેવા વધુ હિતાવહ છે.

આઇયુઆઇ ( ઇન્ટ્રાયુટેરિયન ઇન્સેમિનેશન)

ઓવ્યૂલેશન સમયે પત્નીના ગર્ભાશયમાં પતિના તૈયાર વીર્યને ઇન્જેક્શન દ્વારા મોકલવાની ક્રિયાને આઇયુઆઇ કહેવામાં આવે છે. એક પ્રયત્નમાં આઇ.યુ.આઇ.ની સરેરાશ સફળતા 12થી 16 ટકાની રહે છે. સામાન્ય રીતે આઇ.યુ.આઇ.ના વધુમાં વધુ ચાર પ્રયત્નો સુધી સલાહ આપવામાં આવે છે. વધુ જાણકારી માટે.

આઇવીએફ-આઇસીએસઆઇ (ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન)

આઇવીએફ એક એવી પ્રક્રિયા છે, જેમાં આઇવીએફ લેબમાં મહિલાઓના સ્ત્રીબીજને તેના સાથીદારના શુક્રાણુની સાથે શરીરની બહાર ફલિત કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપ ફલિત કરેલાને ગર્ભને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.

અમુક ચોક્કસ ફાયદાઓ ના કારણે પી.સી.ઓ.એસ.માં આઇવીએફ એક શ્રેષ્ઠ ઉપચાર વિકલ્પ છે.

  • આઇવીએફ દરમિયાન, સ્થાપિત કરવામાં આવતા ગર્ભની સંખ્યા ઉપર અમારું નિયંત્રણ હોય છે. આ પ્રકારે જોડીયા થી વધુ સંખ્યામાં ગર્ભાવસ્થાને ટાળી શકાય.
  • ગર્ભ મુક્યા પછી અમારી પાસે વધારાના સારી ગુણવત્તાવાળા ગર્ભ હોય છે. તેઓને ફ્રિજ કરી ભવિષ્યમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર રખાય છે. ફ્રીજ કરેલા ગર્ભ તાજા ગર્ભની જેમ જ સારા પરિણામો આપી શકે છે.
  • આઇવીએફ ઓએચએસએસની સમસ્યા ને ઓછી કરવા અને નિયંત્રણમાં રાખવા માટે અમારી પાસે ઘણી પદ્ધતિઓ છે. ઓએચએસએસમાં, હોર્મોન્સનું લેવલ વધુ હોવાથી ગર્ભના સ્થાપન માટે પરિસ્થિતિ અનુકૂળ હોતી નથી. ઓએચએસએસની સાથે, જો ગર્ભાવસ્થા થાય છે તો ઓએચએસએસ વધવાની સંભાવના રહે છે. આઇવીએફમાં તમામ ગર્ભોને ફ્રિજ કરી અને ફરી કુદરત જેવું સામાન્ય વાતાવરણ થાય ત્યારે સ્થાપન કરવા શક્ય બને છે. આઇવીએફમાં ગર્ભ ફ્રીઝ કરી પછી સ્થાપિત કરવાના વિવેકપૂર્ણ ઉપયોગથી ઓએચએસએસના તમામ મુખ્ય અસરોથી બચી શકે છે.

બીએફઆઇના લાભ

બીએફઆઇ સાચું નિદાન અને જરૂર પ્રમાણે સારવાર ની વ્યવસ્થા આપે છે. અમે વ્યાપક સ્વરૂપે વ્યક્તિગત સારવારના વિકલ્પ આપીએ છીએ, જેને પીસીઓએસ દર્દીઓને સૌથી વધારે જરુરિયાત હોય છે. બીએફઆઇમાં, પીસીઓ ની સારવાર સરળ, સુરક્ષિત, શ્રેષ્ઠ અને સફળ છે.

તમારી સમસ્યા સંતાનપ્રાપ્તિની તકલીફ-વંધ્યત્વ, ગર્ભપાત અથવા કોઇપણ હોઇ શકે, સર્વોત્તમ સહાયતા પ્રાપ્ત કરો. આજે જ તમારી અપોઇન્મેન્ટ લો અથવા વીડિયો કેન્સલ્ટેશન માટે સમય નોંધાવો.

અમારા સ્થાનો