નમસ્કાર, અમે બાળક માટે પ્લાનિંગ કરતી વખતે બાવીશી ફર્ટિલિટી ઈન્સ્ટિટ્યુટ તેમજ સ્પંદન હોસ્પિટલમાં એક આશા સાથે આવ્યા હતા. આજે તા. 15/5/26 ના અમારી આ આશા એક પરી-કુમારી ઢીંગલીના રૂપમાં પરિપૂર્ણ થયેલી છે. અહીંના બંને સ્ટાફ મિત્રો, નર્સ, ચોથા વર્ગના કર્મચારીઓથી માંડી મેનેજમેન્ટના વ્યક્તિઓ સુધી અને કન્સલ્ટન્ટ સ્ટાફથી માંડી મંથાયેલા ડોક્ટર્સ સુધીનું વર્તન તેમજ તેમની ફેસિલિટી અને સેવા પૂરી પાડવા સુધીની દરેક પ્રકારની મદદ અને જવાબદારી ખૂબ જ સુંદર અને નિભાવેલ છે. અમને બાવીશી ફર્ટિલિટી અને સ્પંદન હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ જ લાગણી અને માન છે. અમે દરેક નિઃસંતાન દંપતિને બાવીશી ફર્ટિલિટી અને આ બંને સંસ્થાઓનો સંપર્ક કરવા અનુરોધ કરીએ છીએ. તમારી માતૃત્વની સફર દરમિયાન એક વખત પણ આ સંસ્થાની મુલાકાત લો. અહીના ડોક્ટર્સના સાથ, સુરભિ મેમ તેમજ બંને ટીમના સમગ્ર મેમ્બર્સને મળી દરેક દંપતિ પોતાના જીવનમાં બાળક રૂપી ફૂલ ખીલવી શકે છે. આ બંને સંસ્થાઓના તમામ સ્ટાફ અને પરિવાર તેમજ અમારા દંપતિ વતીથી અમે ખૂબ જ દિલથી આભાર માનીએ છીએ. Heartly Thank you So much. તાજિયા પરિવાર

